29 દિવસ પણ ન ઉભો રહી શક્યો ‘ભ્રષ્ટાચારનો પુલ’, સીએમ નીતીશ કુમારે કર્યું હતું ઉદ્ઘાટન

698

બિહારના ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચે બ્રિજ બનાવામાં આવ્યો હતો.પરંતુ વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ અને બ્રિજ હાલમાં ધરાશાયી થઈ ગયો છે.એક મહિના પહેલાજ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વરસાદ પડ્યા બાદ પ્રસાશનની નબળી કામગીરી સૌ કોઈના સામે આવી ગઈ છે.

16 જૂને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સ મારફતે આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું,પરંતુ 264 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર જ્યારે પાણીનું દબાણ આવ્યું ત્યારે બ્રિજ તૂટી ગયો.જેના કારણે હવે લોકોમાં અહીયા સરકાર સામે રોષનો માહોલ ફેલાયો છે.બુધવારે ત્રણ લાખ ક્યુસેક પાણીનું વહેણ ગંડક નદીમાં વહી રહ્યું હતું અને જળસ્તરના દબાવને કારણે બ્રિજ તૂટી પડ્યો છે.

16 જૂને નીતીશ કુમારે કરાવ્યું હતું ઉદ્ઘાટન

મહત્વનું છે કે બ્રિજ નિર્માણનું કાર્ય 2012માં શરૂ કરવામાં આવ્યું હતું અને 16 જૂને બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું,પરંતુ પ્રશાસનની નબળી કામગીરીને કારણે બ્રિજ માત્ર એક મહિનામાં ધરાશાયી થઈ ગયો છે.

પાણીના વધુપડતા દબાણને કારણે પુલ તૂટ્યો

લોકોનું કહેવું છે કે એક મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવેલ આ પુલ પાણીના દબાણને કારણે તૂટી ગયો છે.લોકોની અવરજવર અટકી ગઈ છે.અહીંના લોકોનો લાલછાપર,મુજફ્ફરપુર,મોતીહારી,બેતિયા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.ગોપાલગંજના આ પુલ તૂટવાની માહિતી ભાજપના ધારાસભ્ય મિથિલેશ તિવારીએ બિહાર માર્ગ નિર્માણ વિભાગના મંત્રી નંદકિશોર યાદવને આપી હતી.

બિહાર પુલ નિર્માણ વિભાગે બનાવ્યો નબળો પુલ

બિહાર પુલ નિર્માણ વિભાગ દ્વારા આ પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું,વર્ષ 2012માં તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું,બાદમાં ગત 16 જૂને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,

તેજસ્વી યાદવે ટ્વીટ કરી લગાવ્યા આક્ષેપ

આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ગોપાલગંજનો સત્તર ઘાટ પુલનું 16 જૂને નીતીશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, 29 દિવસ બાદ આ પુલ તૂટી પડ્યો,સાથે જ તેમણે કટાક્ષ કરતા લખ્યું હતું કે ખબરદાર,જો કોઈએ આને નીતીશ કુમારનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે તો,263 કરોડતો સુસાશનની મુ-દિખાઈ છે,એટલાનો તો તેમના ઉંદર દારૂ પી જાય છે.

Share Now