વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.અને વલસાડ જિલ્લા ની વાત કરવામાં આવે તો ઉમરગામ માં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે વાપીમાં 13 એમએમ અને વલસાડમાં 12 એમેમ વરસાદ પડ્યો છે.નવસારીના જલાલપોરમાં 10 અને નવસારી શહેરમાં 11 એમએમ વરસાદ સાથે ચીખલીમાં 7 એમએમ વરસાદ પડ્યો છે.તાપી જિલ્લાના નિઝરમાં 50 એમએમ અને કુકરમુંડામાં 19 એમએમ વરસાદ પડ્યો છે.જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 36 અને બારડોલીમાં 4 તથા પલસાણામાં 6 અને ઓલપાડમાં 4 એમએમ વરસાદ પડ્યો છે.
ઉપરાંત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નું જોર વધ્યું છે અને મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ દરવાજા હાલ ખોલી નાખવામાં આવ્યાં છે.જે પાણી ઉકાઈ ડેમમાં આવતા પાણી ની સપાટી વધશે,હાલ ઉકાઈની સપાટી 320 ફૂટ છે.જ્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. જો કે હથનૂર ડેમનું પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં પડતાં વરસાદને લઈને ડેમની સપાટીમાં ક્રમશઃ વધારો થશે તેમ સૂત્રો એ જણાવ્યું છે.સુરતનો કોઝવે પણ 6 મીટરની સપાટીએ પહોંચ્યો છે.આમ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત માં મેઘસવારી યથાવત રહતા પાણીની આવક વધી છે.