સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ છે.દરરોજ સેંકડોની સંખ્યામાં મૃત્યુ પામનારા લોકોના કોવિડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયા છે. તંત્ર દ્વારા ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે.સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની પણ અપિલ કરવામાં આવી રહી છે.આમ,છતા પણ અમુક લોકો સમજતા જ નથી.સુરત શહેરમાં આવેલ સરદાર માર્કેટનું આ દૃશ્ય છે.જયાં સોશ્યલ ડિસ્ટન્સના ધજજીયા ઉડી રહયા છે.અનેક લોકોએ તો માસ્ક પણ પહેર્યા નથી.