નવી દિલ્હી તા. ૧૭ : ભારતે ફ્રાન્સ અને અમેરિકા સાથે એરબસ કરાર કર્યા હોય, આજથી ભારત-અમેરિકા વચ્ચે સીધી ફલાઇટ શરૂ થઇ છે.આજથી ભારતમાં અમેરિકાથી ૩૧ જૂલાઇ સુધીમાં અમેરિકાથી ૧૮ ફલાઇટ આવશે.કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન શ્રી હરદીપપુરીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સ આવતીકાલથી ૧ ઓગસ્ટ સુધી પેરીસથી દિલ્હી-મુંબઇ-બેંગલોર વચ્ચે ફલાઇટ શરૂ કરશે.
તેમણે જણાવેલ કે જર્મનીની એર લાઇન્સ સાથે પણ વાતચીત ચાલી રહી છે.જર્મનીએ ભારતમાં ફલાઇટ મોકલવા અંગે મંજૂરી માંગી છે,જે અંગે બે દિવસમાં વિચારણા કરી નિર્ણય લેવાશે.તેમણે ઉમેર્યુ હતું કે હાલ દિવાળી સુધી ૬૦ ટકા જ ડોમેસ્ટીક ફલાઇટની શકયતા છે,એર ઇન્ડીયા અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે,એર ઇન્ડીયાની આર્થિક સ્થિતિ ખરાબ છે,સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે,એર ઇન્ડીયા કર્મચારીઓને પગાર વગર રજા ઉપર મોકલી રહી છે.
આજથી ઇન્ટરનેશનલ એર (બબલ્સ) યાત્રા શરૂ
શું હોય છે એર બબલ્સ?
ટ્રાવેલ બબલ્સ કે પછી એર બબલ્સ બે દેશો વચ્ચે હવાઈ સેવા માટે ખાસ રીતે બનાવવામાં આવેલો એર કોરિડોર હોય છે.જેમાં બંને દેશો વચ્ચે સમજૂતીપૂર્વક હવાઈ યાત્રાને મંજૂરી આપવામાં આવે છે. કોવિડ-19ના પ્રકોપના કારણે હાલમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે તેવામાં બે દેશો એર બબલ્સ અંતર્ગત પરસ્પર સમજૂતીથી અને પ્રતિબંધોની શરતોને ધ્યાનમાં રાખતા હવાઈ મુસાફરીને મંજૂરી આપી શકે છે.
ભારતમાંથી હવે ટૂકં સમયમાં યુકે, યુએસ અને યુરોપિયન દેશો માટે ફ્લાઈટ્સ શરૂ થઈ જશે અને તેના ભાડા પણ ઓછા હશે. કોરોના વાયરસના કારણે ભારત અને વિશ્ર્વના અન્ય દેશોમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ છે.જોકે,ભારતે યુએસ, ફ્રાન્સ અને જર્મની સાથે એર બબલ્સ માટે સમજૂતી
કરી છે અને યુકે માટે પણ વાતચીત ચાલી રહી છે.એવિએશન મિનિસ્ટ્રીએ ગઇકાલે આની જાણકારી આપી હતી. એર ઈન્ડિયાએ વંદે ભારત મિશન ફ્લાઈટ્સ અંતર્ગત આ દેશો માટે ઓછા ભાડા રાખવાનો નિર્ણય લીધો છે.
મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે 17થી 31 જૂલાઈ દરમિયાન દિલ્હી અને યુએસ વચ્ચે 18 ફ્લાઈટ્સ હશે.જ્યારે એર ફ્રાન્સ 18 જૂલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાં 28 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. લુફ્થાંસા પણ પોતાની ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. ભારત અને યુએઈની એરલાઈન્સ યોગ્ય પેસેન્જર્સને 26 ઓગસ્ટ સુધી બે દેશો વચ્ચે ટ્રાવેલ કરાવશે.
યુએસ અને યુરોપિયન દેશો વચ્ચે ફ્લાઈટ્સ શરૂ થવાની છે પરંતુ યુકે સાથે હજી વાતચીત ચાલી રહી છે.એવિયેએશન મિનિસ્ટર એચ.એસ પુરીએ કહ્યું છે કે તેમણે યુકે સાથે એર બબલ્સ અંતર્ગત ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું કહ્યું છે. હાલમાં એર ઈન્ડિયા ભારત અને યુકે વચ્ચે વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે.
ઍર ફ્રાન્સ 18 જુલાઈથી 1 ઑગસ્ટ દરમિયાન પેરિસથી મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ વચ્ચે 28 ફ્લાઈટ ઉડાડશે, એમ ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ કહ્યું હતું. ફ્લાઈટ શરૂ કરવા અંગે ત્રણ દેશ સાથે અમે વાટાઘાટના અગ્રીમ તબક્કામાં છીએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એ કામ પ્રગતિને પંથે છે. ઍર ફ્રાન્સ 18 જુલાઈથી 1 ઑગસ્ટ દરમિયાન પેરિસથી મુંબઈ,દિલ્હી અને બેંગલુરુ વચ્ચે 28 ફ્લાઈટ ઉડાડશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જર્મનીની ઍરલાઈન્સોએ પણ જર્મની અને ભારત વચ્ચે વિમાનસેવા શરૂ કરવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે. એ મામલે પણ વાટાઘાટ ચાલી રહી છે,એમ તેમણે કહ્યું હતું.અમેરિકા પણ 17 જુલાઈથી 31 ઑગસ્ટ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમય પૂરતી વિમાનસેવા શરૂ કરશે.