બેંગાલુરુ : ભારતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ સામે લડવામાં મોટાભાગના રાજ્યોની સરકારો હાંફી રહી છે.આ દરમિયાન કર્ણાટક રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ તો ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું છે કે,હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે.રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓના મુદ્દે થઈ રહેલી ટીકા અંગે તેમણે કહ્યું હતું કે,વાયરસને ફેલાતો રોકવાનુ કોઈના હાથની વાત નથી..કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 50000 સુધી પહોંચી ચુકી છે અને 900 લોકોના મોત થયા છે.આ સંજોગોમાં આરોગ્ય મત્રી બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે,હવે ભગવાન જ આપણને બચાવી શકશે.આપણે જાતે જ આપણુ ધ્યાન રાખવુ પડશે.કોરોનાન કેસ દુનિયાભરમાં વધી રહ્યા છે.વાયરસ ગરીબ અને ધનિક વચ્ચે કોઈ ભેદભાવ કરતો નથી,નથી તે ધર્મ કે જાતી જોતો,કોરોના કેસમાં 100 ટકા વધારો થવાનુ નક્કી જ છે.આ નિવેદન પર વિવાદ શરુ થયા બાદ બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે,મંત્રીઓ અને સરકારની ટીકા કરવી યોગ્ય નથી.આવા સમયમાં આપણને કાં તો ભગવાન અથવા તો લોકોની પોતાની તકેદારી જ બચાવી શકે છે.