યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદની દવા ‘કોરોનિલ’ને લઈ એક મોટા સમાચાર આવ્યા છે.છોડા દિવસ પહેલા યોગ ગુરુ રામદેવે કોરોનાની દવા કોરોનિલનું દેશમાં લોન્ચિંગ કર્યું હતું.પરંતુ ત્યાર બાદથી દવાને લઈ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે.ત્યારે હવે કોરોનિલને મદ્રાસ હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે કોરોના વાયરસની સારવાર માટે રજૂ કરાયેલ દવા કોરોનિલ ટ્રેડમાર્કના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.જસ્ટિસ સી.વી.કાર્તિકેયને ચેન્નાઈ સ્થિત કંપની અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઇ સુધી આ વચગાળાનો આદેશ આપ્યો છે.આ પહેલા અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડે દાવો કર્યો હતો કે 1993થી તેની પાસે ‘કોરોનિલ’ ટ્રેડમાર્ક છે.આપને જણાવી દઈએ કે પતંજલિ તરફથી કોરોનિલ રજૂ કર્યા બાદ આયુષ મંત્રાલયે એક જુલાઈએ કહ્યું હતું કે કંપની ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આ દવાનું વેચાણ કરી શકે છે.આનું વેચાણ કોવિડ-19ની સારવારની દવા તરીકે કરવામાં આવી શકે નહીં.
એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 1993માં ‘કોરોનિલ-213 એસપીએલ’ અને ‘કોરોનિલ-92બી’નું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. કંપની ત્યારથી આનું રિન્યુઅલ કરાવી રહી છે.આ કંપની હેવી મશીન અને નિરુદ્ધ એકમોને સાફ કરવા માટે કેમિકલ અને સેનેટાઇઝર બનાવે છે.કંપનીનું કહેવું છે કે તેની પાસે આ ટ્રેડમાર્ક માટે 2027 સુધીનો કાનૂની અધિકાર છે.રિપોર્ટ પ્રમાણે કંપનીએ એમ પણ કહ્યું કે તેના ગ્રાહક BHEL અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓ છે કંપનીએ પોતાનો દાવો સિદ્ધ કરવા માટે કોર્ટમાં પાંચ વર્ષના બિલ પણ રજૂ કર્યા છે.