વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના પોઝિટિવ

327

ગુજરાતમાં કોરોના વાયરસનો કેસ સતત વધી રહ્યા છે.કોરોનાથી હવે નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.આજે રાજ્યના વધુ બે જાહેરજીવન સાથે સંકળાયેલા નેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે જાણવા મળ્યાનુસાર વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી અને અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે.આ સાથે જ વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Share Now