મુંબઈ ક્રિકેટ એસોસિએશને આઠ વર્ષથી પોલીસને 14.82 કરોડ ચૂકવ્યા નથી

269

આરટીઆઇ થકી મળેલી એક માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે,છેલ્લાં આઠ વર્ષોમાં ૩૦ વખત યાદ દેવડાવવા છતાં મુંબઇ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ હજી સુધી શહેરમાં ક્રિકેટ મેચો દરમિયાન સુરક્ષા પૂરી પાડવા બદલ મુંબઇ પોલીસને રૂ. ૧૪.૮૨ કરોડ કરતાં વધુ રકમની ચૂકવણી કરી નથી.

આ મેચોમાં મહિલા વિશ્વ કપ ૨૦૧૩, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૧૬, ટેસ્ટ મેચ ૨૦૧૬, ૨૦૧૭ની આઇપીએલ અને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો સમાવેશ થાય છે. એમસીએએ છેલ્લાં આઠ વર્ષોમાં ૨૦૧૮ની આઇપીએલ માટે માત્ર રૂ. ૧.૪૦ કરોડની ચૂકવણી કરી છે.

જોકે,પહેલી એપ્રિલ, ૨૦૧૯થી ૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધીમાં રમાયેલી મેચો બદલનો સુરક્ષા ચાર્જ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી,કારણ કે,રાજ્ય સરકારે હજી ચાર્જકરવાની રકમનો આદેશ જારી કરવાનો બાકી છે.

Share Now