ભગવાન જયારે આપે છે ત્યારે બેહિસાબ આપે છે અને એની પ્રતીતિ આ ઘટના પરથી થાય છે.હીરાની ખાણ માટે પ્રસિદ્ધ મધ્યપ્રદેશના પન્ના ગામના 35 વર્ષના આનંદીલાલ કુશવાહા નામના ભાઈને રાનીપુર જિલ્લામાં વેલા ઉથલી ખાણમાં ખોદકામ દરમ્યાન 10.69 કેરેટનો અતિ કીમતી હીરો મળ્યો છે.વિશેષજ્ઞોના મતે ઓકશનમાં આ હીરો 50 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે.હીરો મેળવનાર આનંદીલાલ કુશવાહાએ હીરો પન્ના જિલ્લાની મુખ્ય ઓફીસમાં જમા કરાવ્યો છે,જે આગામી ઓકશનમાં વેચવામાં આવશે. હરાજીમાં જે પૈસા મળશે એમાંથી ટેકસની રકમ કાપીને બાકીના પૈસા આનંદીલાલને આપવામાં આવશે. આનંદીલાલનું કહેવું છે કે આ કંઈ પહેલી વાર તેને હીરો નથી મળ્યો,તેને આ પહેલાં 70 સેન્ટનો હીરો મળી ચૂકયો છે.