ઇઝરાયલમાં કોરોનાનાં કેસો વધતા જ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા યુવાનો, PMનાં ઘરનાં રસ્તા બંધ

273

દુનિયાનાં અનેક દેશોમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે.તો ઇઝરાયલમાં અત્યાર સુધી 59,475 લોકો સંક્રમિત થયા છે અને 448 લોકોના મોત થયા છે,પરંતુ અહીંના યુવાઓ ગુસ્સામાં છે અને આ કારણે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનાં ઘરની બહાર હજારો યુવા ગત ત્રણ રાતથી પ્રદર્શન કરી રહ્યા છે.પ્રદર્શન કરી રહેલા યુવાઓનો આરોપ છે કે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કોરોના વાયરસ મહારમારીને ઠીક રીતે ડીલ નથી કરી.

પ્રદર્શનમાં ઓછી ઉંમરનાં અનેક યુવા સામેલ

પ્રદર્શનકારીઓએ નેતન્યાહૂનાં રાજીનામાની માંગણી કરી અને તેમના સરકારી ઘરની બહારનાં રસ્તાઓ બંધ કરી દીધા. ન્યૂયૉર્ક ટાઇમ્સનાં રિપોર્ટ પ્રમાણે પ્રદર્શનમાં ઓછી ઉંમરનાં અનેક યુવા સામેલ છે જે 11 વર્ષ પહેલા વોટ આપવાના યોગ્ય પણ નહોતા.નેતન્યાહૂ 11 વર્ષ પહેલા જ પીએમની ખુરશી પર પહોંચ્યા હતા.2 કલાક મુસાફરી કરીને પોતાના હોમટાઉનથી યેરૂશલમ પહોંચેલા 25 વર્ષનાં માયાન શ્રેમ (પૂર્વ સૈનિક)એ કહ્યું કે,અમે અમારા દેશ માટે લડવાનું બંધ નહીં કરીએ.તો 26 વર્ષનાં તેમના દોસ્ત ઓરેને કહ્યું કે,બદલાવ નીચેના સ્તરેથી જ આવે છે.

90 લાખની વસ્તીવાળા દેશમાં અંદાજે 10 લાખ લોકો બેરોજગાર

શરૂઆતમાં કોરોના પર કાબૂ રાખવાને લઇને નેતન્યાહૂની પ્રશંસા થઈ રહી હતી.દર્દીઓ ઓછા આવવાના કારણે અનેક હૉસ્પિટલોને બંધ કરવી પડી હતી,પરંતુ મેમાં તેમણે ઇઝરાયલનાં લોકોની સામે જીતની જાહેરાત કરી અને સાવધાની રાખતા પોતાના ઘરેથી નીકળવાની અપીલ કરી.નેતન્યાહૂ તરફથી લોકોનાં ઘરેથી બહાર નીકળવાની અપીલ કરવાના કેટલાક અઠવાડિયા બાદ સ્થિતિ ખરાબ થઈ ગઈ.દરરોજ નવા સંક્રમણનાં કેસ વધીને 2 હજાર થઈ ગયા છે.લગભગ 90 લાખની વસ્તીવાળા દેશમાં અંદાજે 10 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે.

Share Now