આહવા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

284

– વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં લેતા ભાજપે મૌન ધારણ કર્યું

વાંસદા-ડાંગ : ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત બાબતે વિશ્વાસ મત મેળવવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પંચાયતના કુલ ૧૮ સભ્યોમાંથી ૧૩ સભ્યોએ સરપંચ વિરુદ્ધ જ્યારે સરપંચ પક્ષે ૫ સભ્યોએ મત કરતા ૨।૩ સભ્યોથી સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ હતી.

પંચાયતના કુલ ૧૮ સભ્યોમાંથી સરપંચ વિરુદ્ધ ૧૩ સભ્યો તથા સરપંચ સહિત અન્ય ચાર સભ્યો એમ કુલ પાંચ સભ્યો દ્વારા ૨।૩ મતદાન તથા સરપંચ વિરુદ્ધ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આહવા ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યોમાંથી ઉપ સરપંચ હરિરામ સાવંત સહિત ૧૩ સભ્યોએ આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રેખાબેન પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.ગત તા.૩જી જુલાઈના રોજ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તમાં પંચાયતના ૧૩ સભ્યો જણાવ્યું હતું કે, આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પોતાનો મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે.
ઉપરાંત પંચાયતના દરેક કાર્યોમાં મહિલા સરપંચના પતિની દખલગીરી કરવામાં આવે છે. જે બાદ ગત તા.૧૫મીના રોજ ઉપ સરપંચ સહિત પંચાયતના અન્ય ૬ સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસકીય કામો જેવા કે બાંકડા અને સ્ટ્રીટ લાઇટ ખરીદી બાબતે મહિલા સરપંચ દ્વારા ગેરરીતિ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

બાંકડા અને સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં થયેલ બિલોના તપાસણી માંગણી કરી હતી. આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ ઉપ સરપંચ હરીરામભાઇ સાવંત સહિત પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ૧૮મીના રોજ આહવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાબતે ચર્ચા વિચારણા કરવા તા.૨૩મીના રોજ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આજરોજ આહવા ગ્રામ પંચાયતના ૧૩ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે અડગ રહ્યા હતા.

જ્યારે મહિલા સરપંચ રેખાબેનની તરફેણમાં ફકત ૪ સભ્યોએ મત આપ્યું હતું.આમ આહવા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ૨।૩ સભ્યોનો મત સરપંચ વિરૂધ કરવામાં આવતા ગ્રામ પંચાયતના ૧૩ સભ્યોએ કરેલ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.ઉલ્લેખનીય છે કે,આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ આ અગાઉ પણ પંચાયતના કામોમાં ગેરરીતી આચરવાના આરોપ,મનસ્વી વહીવટી તથા પંચાયતનો કારોબાર પતિ દ્વારા ચલાવવામાં આવે છે તેવા આરોપ લાગી ચુકયા છે તે વખતે પંચાયતના ૧૨ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.જેમાં ડાંગ ભાજપા પાર્ટીના સભ્યો દ્વારા મધ્યસ્થી થતાં મામલો થાળે પડયો હતો.હવે જ્યારે આગામી દિવસોમાં ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી આવતી હોય પાર્ટીના સભ્યો દ્વારા મૌન સેવી પંચાયતના મામલામાં દખલગીરી કરી નહોતી.

Share Now