પાઠય પુસ્તકમાંથી ટીપુ સુલતાન અને હૈદર અલીના પ્રકરણની બાદબાકી કરાઈ

312

નવી દિલ્હી, તા.28 જુલાઈ : કોરોના વાયરસના કહેરના કારણે શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ઘટાડવા માટે કવાયત શરુ થઈ ગઈ છે.સેન્ટ્રલ બોર્ડે તો કોર્સ ઘટાડ્યો જ છે પણ તેની સાથે સાથે કર્ણાટક સરકારે પણ વિદ્યાર્થીઓો કોર્સ 120 દિવસ પ્રમાણે તૈયાર કરાયો છે.આમ કોર્સમાં 30 ટકાનો ઘટાડો થયો છે.નવા અભ્યસાક્રમમાંથી સરકારે ટીપુ સુલતાન અને હૈદર અલીના પ્રકરણ હટાવી દીધા છે.આ બંને પ્રકરણ સાતમા ધોરણના પાઠ્ય પ ુસ્તકમાં સામેલ હતા.નવા અભ્યાસક્રમ માટે જે વિગતો પબ્લિશ કરાઈ છે તેમાંથી આ બંનેને લગતા ચેપ્ટરની બાદબાકી થઈ છે.

જોકે વિરોધ પક્ષ તેને લઈને વિવાદ સર્જે તેવી શક્યતાઓ છે.દરમિયાન શિક્ષણ વિભાગે કહયુ છે કે,આ નિર્ણય નિષ્ણાતોએ લીધો છે.સરકારને તેની સાથે લેવા દેવા નથી.જે તે વિષયના મહત્વને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ઘટાડાયો છે.ઉલ્લેખનીય છે કે,કર્ણાટકમાં ભાજપની સરકાર બની ત્યારે જ સરકારે જાહેરાત કરી હતી કે,ટીપુ સુલતાનનુ ચેપ્ટર હટાવવામાં આવશે.

Share Now