પહેલા-બીજા કવાર્ટરના TDS-TCSના રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ મી માર્ચ

291

મુંબઇ,તા.૨૮: કોરોનાને અટકાવવા અમલી બનાવેલા લોકડાઉન અને ત્યારબાદની અનલોકની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ઘણા સુધારા કરવામાં આવ્યા છે.જે સુધારાઓ પૈકી આવકવેરા સંબંધિત પણ ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે.જોકે,કેટલાંક સુધારાઓમાં અસ્પષ્ટતા રહેતા ગૂંચવાડાની સ્થિતિ બની હતી,જે અંગે રજૂઆતો થઈ હતી.દરમિયાન તંત્ર દ્વારા ફરી સ્પષ્ટતા કરી આ ગૂંચવાડો દૂર કરવા પ્રયત્ન કર્યો છે.આ સુધારા મુજબ પ્રથમ- બીજા કવાર્ટરના TDS અને TCS ના રિટર્ન ૩૧મી માર્ચ સુધીમાં ફાઈલ કરવાના રહેશે.

કોરોના મહામારીના કારણે આવકવેરા વિભાગે આવકવેરાની રિટર્ન, ટીડીએસ ભરવાની મુદત તેમજ બીજા કોમ્પ્લાયન્સની તારીખોની મુદત વધારતો એક વટહુકમ ૨૦૨૦ જૂન મહિનામાં બહાર પાડ્યો હતો. તેમાં આવકવેરાના આકારણી વર્ષ ર૦૧૯- ૨૦૨૦ના રિટર્નની મુદત ૩૧મી જુલાઈ ર૦૨૦ કરવામાં આવી હતી.તેમજ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટેના રિટર્નની મુદત ૩૦મી નવેમ્બર ૨૦૨૦ કરવામાં આવી હતી. તેમાં આવકવેરાના રૂલ ૩૧- A અને ૩૧- AA હેઠળ ભરવાના થતા તમામ રિટર્નની મુદત માર્ચ ર૦૨૧ કરવામાં આવી હતી.પરંતુ કરદાતાઓમાં ગૂંચવાડો હતો કે રૂલ ૩૧- A અને ૩૧- AA ૧માં ટેકસ ડિડ્કશન એટ સોર્સ તેમજ ટેકસ કલેકટેડ એટ સોર્સ અંગેના રિટર્નનો સમાવેશ થયો છે કે કેમ ?

આ અંગે ગૂંચવાડો દૂર કરતી એક સ્પષ્ટતા સીબીડીટી દ્વારા ર૪મી જુલાઈના રોજ બહાર પાડી છે.તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ૩૦ જૂનના પ્રથમ કવાર્ટર તેમજ ૩૦ સપ્ટેમ્બરના બીજા કવાર્ટરમાં TDS તેમજ TCS અંગેના ફોર્મ નં.૨૪- Q,૨૬- Q , ૨૯- Q , ૨૭- EQ વગેરે રિટર્ન ભરવાની અંતિમ તારીખ રૂલ ૩૧- A અને ૩૧- AA મુજબ હવે ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધીમાં ભરી શકાશે.આ સ્પષ્ટતાથી કરદાતાઓ તેમજ કરવેરા સલાહકારોને રાહત થઈ છે.

નોંધનીય છે કે,વેપાર ઉધોગ ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યો છે,પરંતુ ટેક્ષ સંબંધિત કાર્યવાહી હજુ પણ ઘણે અંશે ખોરવાયેલી છે.કારણ કે હજુ કોરોનાને લીધે દરેકની ઓફિસો સંપૂર્ણકાર્યરત થઈ નથી.આ સંજોગોમાં થયેલા આ સુધારાને પગલે ઘણી રાહત થઈ છે.

Share Now