મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભાજપ હાથ મિલાવવા તૈયાર, પ્રદેશ પ્રમુખ પાટિલનું મોટું નિવેદન

463

મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે.ચંદ્રકાંત પાટિલે કહ્યું કે,શિવસેના સાથે હાથ મિલાવવા માટે ભાજપ તૈયાર છે.જોકે,પાટિલે કહ્યું કે,અમે માત્ર સરકાર બનાવવા માટે શિવસેના સાથે હાથ મિલાવી શકીએ છીએ.ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આપ્યું નિવેદનકહ્યું- સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે મેળવી શકે છે હાથ.શિવસેના અને ભાજપનો 35 વર્ષ જૂનો સાથ તે સમયે તૂટ્યો,જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) સાથે ગઠબંધન કરી લીધું અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર બનાવી.શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રીના પદને લઇને વિવાદ હતો.મહા વિકાસ અઘાડીની સરકારમાં મુખ્યમંત્રીની ખુરશી ઉદ્ધવ ઠાકરે પાસે છે.

એકલા ચૂંટણી લડશે ભાજપ

કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે,જો અમે સત્તામાં પરત આવીએ છીએ અને શિવસેના સાથે ગઠબંધન કરીએ છીએ,તો આનો મતલબ એ નથી કે અમે તેની સાથે ચૂંટણી લડીશું.અમે મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડીશું.

નડ્ડાએ તમામ અડચણોને દૂર કરવા માટે કહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રના ભાજપ નેતાઓ સાથે વાત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે,તમે લોકો તૈયારી કરો કે આગામી ચૂંટણી દરમિયાન પાર્ટીને કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફનો સામનો ન કરવો પડે.એટલા માટે તમામ અડચણોને દૂર કરી દેવામાં આવે.

મહારાષ્ટ્રની સરકારનું સ્ટિયરિંગ કોના હાથમાં?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના જન્મદિવે એક ફોટો શેર કર્યો હતો,જેમાં ઉદ્ધવ ઠાકરે અને અજિત એક ગાડીમાં બેઠા છે,જેનું સ્ટિયરિંગ અજિતના હાથોમાં છે.આને ઠીક એક દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,જો ત્રણ પાર્ટીઓની સરકાર ઑટો રિક્ષા છે તો તેનું સ્ટિયરિંગ મારી પાસે છે.

માનવામાં આવી રહ્યું છે કે,ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ફોટો દ્વારા જણાવવાનો પ્રયત્ન કર્યો કે સરકારનું સ્ટિયરિંગ કોના હાથમાં છે. આ વચ્ચે ભાજપે શિવસેના પર નરમ વલણ અપનવતા શરૂઆત કરી દીધી છે. તેવામાં જોવું પડશે કે જૂના મિત્ર ફરી મળે છે કે નહીં.

મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલનું એક નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે.ચંદ્રકાંત પાટિલે કહ્યું કે શિવસેના સાથે હાથ મિલાવવા માટે ભાજપ તૈયાર છે.જો કે પાટિલનું કહેવું છે કે અમે માત્ર સરકાર બનાવવા માટે શિવસેનાની સાથે હાથ મિલાવી શકીએ છીએ.શિવસેના અને ભાજપની વચ્ચે 25 વર્ષ જૂનું ગઠબંધન તે સમયે તૂટી ગયું કે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સાથે હાથ મિલાવી લીધો. મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રદેશ અધ્યક્ષના એક જ નિવેદનથી ભાજપની સત્તા લાલશા બહાર આવી હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સત્તામાં પરત આવવા શિવસેના સાથે ભવિષ્યમાં ગઠબંધન પણ કરીશું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી.શિવસેના અને ભાજપની વચ્ચે મુખ્યપ્રધાન પદને લઇને તકરાર હતી.કોલ્હાપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટિલે કહ્યું કે જો અમે સત્તામાં પરત આવીએ છીએ અને શિવસેનાની સાથે ગઠબંધન કરીશું તો તેનો મતલબ એ નથી કે અમે તેમની સાથે ચૂંટણી લડીશું. અમે મહારાષ્ટ્રમાં એકલા હાથે જ ચૂંટણી લડીશું.ભલે પછી અમે શિવસેનાની સાથે જોડાણ કરીને સરકાર બનાવીએ.

Share Now