કોરોનાના કારણે માર્કેટમાં Dettol સાબુના વેચાણમાં થયો જબરદસ્ત ઉછાળો, 62% વધ્યું વૈશ્વિક વેચાણ

268

કોરોના સંકટને કારણે ભારતીય સોપ માર્કેટમાં (Indian soap market) ઘણો બદલાવ આવ્યો છે.કોરોના વાયરસને કારણે લોકોને સાબુથી સતત હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારના સૂક્ષ્‍મજંતુના સંક્રમણથી બચી શકાય.આવી સ્થિતિમાં,ભારતના લોકો Dettol સાબુનો ઘણો ઉપયોગ કરે છે

કોરોના વાયરસને કારણે Dettolનું ભારતીય માર્કેટમાં ધૂમ વેચાણ થયું છે.ડેટટોલ સાબુ વેચાણની દ્રષ્ટિએ પ્રથમ વખત નંબર વન બન્યો છે. Dettol સાબુએ હિન્દુસ્તાન યુનિલિવ કંપનીના Lifebuoy અને Lux સાબુને પાછળ મુકી દીધા છે.

વૈશ્વિક વેચાણમાં 62%નો વધારો

સાબુના પર્ફોર્મન્સ વિશે વાત કરીએ તો તેના વૈશ્વિક વેચાણમાં 62%નો વધારો થયો છે. Dettolના ઈન્ડિયન શેર માર્કેટમાં 430 બેસિસ પોઈન્ટનો ઉછાળો થયો છે. વર્ષ 2019માં ભારતીય સોપ માર્કેટમાં Lifebuoyનો શેર 13.1 ટકા હતો,જ્યારે Dettolનો માર્કેટ શેર 10.4 ટકા હતો.

લાઇફબોયનો માર્કેટ શેર ઘટ્યો

ઇટીના એક રિપોર્ટ અનુસાર, 2017માં Lifebuoyનો માર્કેટ શેર 15.7 ટકા હતો. તે બે વર્ષમાં 2019માં ઘટીને 13.1 ટકા થઈ ગયો હતો બીજી બાજુ Dettolનો માર્કેટ શેર વધ્યો છે.Dettol સાબુ યુકે હેલ્થકેર અને કન્ઝ્યુમર ગુડ્ઝ નિર્માતા Reckitt Benckiserની બ્રાન્ડ છે.

બે વર્ષમાં ડેટટોલનો માર્કેટ શેરમાં નોંધપાત્ર વધારો થયો છે.2017માં ઈન્ડિયન માર્કેટમાં Dettolનો શેર 9.7 ટકા હતો,જે 2019માં વધીને 10.4 ટકા થયો હતો. ડેટટોલનો માર્કેટ શેર 430 બીપીએસ વધ્યો છે.

Share Now