ભારતનાં રાફેલ જ્યાં હતા તેની નજીક જ ઈરાને દાગી ધડાધડ મિસાઈલો

360

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન મંગળવારે સંયુક્ત અરબ અમીરાત સ્થિત ફ્રાન્સના અલ ધાફ્રા હવાઈ મથકની પાસે અનેક મિસાઈલો દાગી છે.આ ઈરાની મિસાઈલ પરીક્ષણ બાદ આખા ફ્રાન્સની બેઝને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.અલ ધાફ્રા એરબેઝ પર આજે ભારત આવી રહેલા પાંચ રાફેલ જેટ ઉભા હતા અને તેમની સાથે ભારતીય પાયલટ પણ હતા.ઈરાની મિસાઈલમા ખતરાને જોતા ભારતીય પાયલટને પણ સુરક્ષિત સ્થાનો પર છુપાઈ જવા માટે કહેવામાં આવ્યું. તેમજ તેમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાની મિસાઈલ ટેસ્ટની પુષ્ટિ કરી અને કહ્યું છે કે,

ઈરાને મંગળવારે વહેલી સવારે સ્ટ્રેટ ઑફ હરમુઝની પાસે અનેક મિસાઇલો દાગી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ઈરાનની મિસાઈલોએ ખાડી સ્થિત અમેરિકી અને ફ્રાન્સિસી સૈન્યના ઠેકાણાઓ પાસે મિસાઈલ પરીક્ષણ કર્યું.ઓછામાં ઓછી ત્રણ મિસાઇલો દરિયાની અંદર પડી હોવાની માહિતી સામે આવી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાન આ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે.

આ ઈરાની મિસાઈલો કતારનાં અલ ઉદેઇદ અને યૂએઈનાં અલ ધાફ્રા એરબેઝની પાસે પડી. અલ ધાફ્રામાં જ ભારતીય વાયુસેનાનાં નવા રાફેલ ફાઈટર ઉભા હતા. ઈરાની મિસાઈલ હુમલા બાદ આખા ફ્રાન્સિસી એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું અને ભારતીય પાયલટોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પાંચ રાફેલ ફાઈટર જેટ આજે ભારત પહોંચી રહ્યા છે અને તેમને અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. તેને ભારતીય વાયુસેનામાં તેના 17મી સ્કવૈડ્રનનાં ભાગરૂપે સામેલ કરવામાં આવશે. જેને ‘ગોલ્ડન એરો’નાં રૂપમાં ઓળખવામાં આવે છે.

Share Now