જેરુસલામ,30,જુલાઇ : ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેના એક ટવીટ માટે સમગ્ર હિંદુઓની માફી માંગવાનો વારો આવ્યો છે.આ ટવીટ્ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ ગત રવીવારના રોજ યેરે ટવીટર પર હિંદુ દેવી દુર્ગાની તસ્વીર પોસ્ટ કરી હતી.આ તસ્વીરમાં દેવી દુર્ગાના ચહેરાના સ્થાને લિએટ બેન એરીનો ચહેરો લગાવેલો હતો.એરી બેન્જામિન નેતન્યાહુ ઉપર ચાલતા ભ્રષ્ટાચારના આરોપના પ્રોસિકયૂટર છે.૨૯ વર્ષનો પુત્ર યેર સોશિયલ મીડિયામાં ખૂબજ સક્રિય રહે છે. તે ટવીટર પર પોતાના પિતાના બચાવમાં દલીલો કરતા રહે છે
એટલું જ નહી પોતાની નીતિઓ સાચી હોવાનો પણ તર્ક આપતા રહે છે.યેમે લખ્યું કે મે એક પેજ પરથી એક મીમ ટવીટ કર્યુ હતું જે ઇઝરાયલની લોકપ્રિય વ્યકિતઓની ટીકા કરવા માટેનું હતું પરંતુ મને એ ખબર ન હતી કે આ મીમ હિંદુઓની આસ્થા સાથે જોડાયેલી તસ્વીરને દર્શાવે છે.જો કે તેના ભારતીય મિત્રોની પ્રતિક્રિયા આવતા આ ટવીટ્ને ડિલિટ કરીને માફી માંગી છે.ઇઝરાયેલના પીએમના પુત્રના આ ટવીટ્ બાબતે પણ યુઝર્સની જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. કેટલાક ભારતીયોએ તેની આકરી ટીકા કરી તો કેટલાકે વિરોધનું કારણ હિંદુ ધર્મ અંગે જાણકારી નહી હોવાનું ગણાવ્યું હતું.જો કે ઇઝારાયેલના ઘણા લોકોએ યેરના માફી માંગવાના સાહસની પ્રશંસા કરી છે.ઇઝરાયેલમાં નેતનયાહુ પર રાજકિય સંકટ છે,સમયાંતરે ચૂંટણીઓ યોજાતી હોવા છતા સ્પષ્ટ બહુમતિ મળતી નથી, તેમનામાં પર ગેરરીતિ આચરવાના આરોપ પણ વિરોધીઓ દ્વારા થતા રહે છે.આવા સમયે પુત્ર યેર પિતાને બચાવવા મેદાનમાં ઉતર્યો છે આવા સમયે તેનાથી હિંદુ દેવી દુર્ગાની તસ્વીર પોસ્ટ કરી હતી પરંતુ માફી માંગતા વિવાદનો અંત આવ્યો છે.