સુરત : હજીરા સ્થિત આઈ.ટી.આઈને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું

299

સુરત, 31 જુલાઈ : સુરત શહેરમાં દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.મોટી સંખ્યામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મનપાના વિવિધ ભવનો,વિવિધ જ્ઞાતિની વાડીઓ,સામાજિક સંસ્થાઓના ભવનોને કોવિડ સેન્ટરોમાં ફેરવવામાં આવી રહયા છે.આ જ રીતે સુરત શહેરના હજીરા ખાતે આવેલા આઈ.ટી.આઈને કોવિડ સેન્ટરમાં ફેરવવવામાં આવ્યું છે.

કોરોનાની આ મહામારીના સમયમાં સુરતની ઘણી હોસ્પિટલ, સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલોનો કોવિડ-19 તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.જેથી કોરોના દર્દીઓને વધુમાં વધુ વહેલી અને સુયોગ્ય સારવાર મળી શકે તે હેતુથી હજીરા ખાતે આવેલા આઈ.ટી.આઈને પણ કોવિડ સેન્ટર તરીકે રૂપાંતરિત કરવામાં આવી છે. આથી,જે કારણોસર કોઈ અરજદારની હજીરા આઈ.ટી.આઈ ખાતે લર્નિંગ લાયસન્સની અપોઈન્ટમેન્ટ હોય તો તે અન્ય આઈ.ટી.આઈ ખાતે શિફ્ટ કરવામાં આવશે. આ અપોઈન્ટમેન્ટ શિફ્ટ કર્યાનો મેસેજ અરજદારના મોબાઈલ નંબર પર મળી જશે.આથી,જે તે સમય મુજબની તારીખ અને સમયે અરજદારે તેઓની લાયસન્સ સંબંધિત કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.

Share Now