નવી દિલ્હી તા.31 : ભારતીય વિજ્ઞાનીઓએ કોવિડ 19ની રસી લગભગ તૈયાર કરી લીધી છે.એનું માનવીય પરીક્ષણ થઈ રહ્યું છે.ટ્રાયલમાં સફળતા અને વેકસીનને સ્વીકૃતિ મળ્યા પછી એ પ્રથમ કોને આપવામાં આવશે એ વિષે સરકારમાં ચર્ચા ચાલી રહી છે.
કેન્દ્રના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે આ મામલે કોઈ નિર્ણય થયો નથી.અલબત,તેમણે ઈશારો જરૂર કર્યો કે પ્રાથમીકતા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.તેમના મત મુજબ હેલ્થ વર્કર્સને પ્રાથમીકતા આપવાની સમાજ અને દેશને સંદેશ જશે કે કોરોના સામે અગ્રીમ મોરચે લડતા હેલ્થ વર્કર્સની દેશ કદર કરે છે.
હેલ્થ વર્કર્સને રેલીમાં પ્રાથમીકતા મળે તો એ પછી કોનો વારો આવશે અથવા આવવો જોઈએ તેની પણ અટકળો થઈ રહી છે.આરોગ્ય તબીબે જણાવ્યું હતું કે આવી કોઈ યાદી બની નથી,પણ કાલ્પનિક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બુઝુર્ગ,અન્ય બીમારીઓથી પીડિત અને એવા લોકો જેમને ન કોઈ બીજી બીમારી છે અને વૃદ્ધ પણ નથી,છતાં આર્થિક-સામાજીક સ્થિતિ સામાન્ય હોય તો બીજા ક્રમે તેમને રસી અપાઈ શકે છે.
દરમિયાન, આખા વિશ્વને કોરોનાની રસી જોઈએ છે.વૈશ્વિક સ્તરે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ સંકલન કર્યું છે.હુ ના રિજનલ ડાયરેકટર ડો.પુનમ ખેત્રપાલસિંહના જણાવ્યા મુજબ રસી બની જાય એ પછી આખી માનવજાતને મળવી જોઈએ.હુ માને છે કે વેકસીનના શરુઆતી ડોઝ તમામ દેશોમાં પહોંચાડવામાં આવે જેથી હેલ્થવર્કર્સને ઈમ્યુનાઈઝડ કરી શકાય.