અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ

313

– બરાક ઓબામા ,બિલ ગેટ્સ ,જો બિડન જેવી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી દીધા હતા : એક જ દિવસમાં એક લાખ ડોલર કમાઈ લીધા

ફ્લોરિડા : અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ થઇ છે.ફ્લોરિડાના વતની આ યુવાનની તથા તેને મદદગારી કરનારા બે શખ્શોની ધરપકડ કરવામાં આવી છે.
આ યુવાને બિટકોન સ્કીમ માટે બરાક ઓબામા ,બિલ ગેટ્સ,જો બિડન,ઈલોન મસ્ક,કાન્યે વેસ્ટ,જેવી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી દીધા હતા.એક જ દિવસમાં તેણે એક લાખ ડોલર કમાઈ લીધા હતા.યુ.એસ.ની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સમગ્ર દેશમાં બિછાવેલી જાળમાં આ યુવાન અને તેના બંને સાથીદારો ઝડપાઇ ગયા હતા.ફ્લોરિડાના ટેમ્પામાં રહેતા આ યુવાન ઉપર કોમ્યુનિકેશન ફ્રોડ,હેકિંગ,સહિતના જુદા જુદા આરોપો લગાવાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

લગભગ પંદર દિવસ પહેલા વિશ્વના ટોચના રાજકારણીઓ,મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કરવા બદલ ફ્લોરિડાના એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.તેણે એકાઉન્ટ હેક કર્યા હતા અને 10,0000 ડોલરથી વધુના બિટકોઇનનું કૌભાંડ કર્યું હતું.
જો કે આ મામલે યુ.એસ. માંથી પણ અત્યાર સુધીમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ફ્લોરિડાનો કિશોર છે જેની ઉંમર 17 વર્ષ છે.

Share Now