નવી દિલ્હી : ડોક્ટરને ભગવાનું બીજુ રૂપ માનવામાં આવે છે પરંતુ, જ્યારે ડોક્ટર લોકોને મારવા બેસે તો, તેનાથી મોટો અપરાધ બીજો કોઈ ન હોઈ શકે. ડોક્ટરના વ્યવસાયમાં રહીને લોકોની નિર્દયતાથી હત્યા કરનાર હેવાન દેનેન્દ્ર શર્માએ પહેલા કહ્યું હતું કે,તેણે 50 હત્યા કર્યા બાદ ગણતરી કરવાનું બંધ કરી દીધુ હતું પરંતુ આજે તેણે એકવાર ફરી પોલીસને નિવેદન આપ્યું કે,તેણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને મારી નાખ્યા છે. એટલું જ નહીં તેણે એ પણ જણાવ્યું કે, લાશને છુપાવવા માટે તે યૂપીની તે નહેરમાં નાખી દેતો હતો, જેમાં ખુબ જ મગરમચ્છ છે.
દેવેન્દ્ર શર્માની થોડા દિવસ પહેલા જ દિલ્હીથી ધરપકડ કરી છે. તે કિડની રેકેટ સાથે જોડાયેલા એક મામલામાં છેલ્લા 16 વર્ષથી સજા કાપી રહ્યો હતો, અને પેરોલ પર બહાર આવ્યો હતો. તેને 20 દિવસમાં પેરોલ ખતમ થયા બાદ જેલમાં જવાનું હતું પરંતુ તે અંડરગ્રાઉન્ડ તઈ ગયો.હવે એકવાર ફરી ધરપકડ થયા બાદ અનેક ચોંકાવનારા મામલા સામે આવ્યા છે.પોલીસે દાવો કર્યો છે કે,તે હત્યાના 100થી મામલામાં સંલિપ્ત રહ્યો છે.પરંતુ,વાસ્તવિક સંખ્યાની પુષ્ટી નથી કરી શકાઈ. દિલ્હી,યૂપી,હરિયાણા અને રાજસ્થાનમાં તેના વિરુદ્ધ મામલા સંબંધીત પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો – માત્ર 1110 રૂપિયામાં ઘર લઈ આવો નવું ઈલેક્ટ્રીક સ્કૂટર, રક્ષાબંધન પર બહેન થઈ જશે ખુશ બીએએમએસ ડિગ્રીધારી દેવેન્દ્ર શર્મા (62) ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં પુરેની ગામનો રહેવાસી છે,અને દિલ્હી પોલીસની અપરાધ શાખાની ટીમે હત્યાના એક મામલામાં પેરોલનો સમયગાળો ખતમ થયાના 6 મહિના બાદ તેને પકડ્યો છે.પોલીસે જણાવ્યું કે,શર્મા અપહરણ અને હત્યાના અનેક કેસમાં દોષી છે.ઉત્તરપ્રદેશમાં નકલી ગેસ એજન્સી ચલાવવાના મામલામાં તેની બે વખત ધરપકડ કરવામાં આવી છે,અને કીડની વેચવાની ગેંગ ચલાવવાના મામલામાં અનેક રાજ્યોની જેલમાં જઈ ચુક્યો છે.
બપરોલામાં પ્રોપર્ટીનું કામ કરી રહ્યો હતો આરોપી
પોલીસ અધિકારી રાકેશ પવેરિયાએ જણાવ્યું કે,આ પહેલા તે મોહન ગાર્ડેનમાં રહેતો હતો અને ત્યાંથી તે બપરોલા જતો રહ્યો.ત્યાં તેણે એક વિધવા સાથે લગન કરી લીધા અને પ્રોપર્ટીનો ધંધો શરૂ કર્યો. સૂચના મળતા અમારી ટીમે મંગળવારે તેની ધરપકડ કરી છે.
બિહારમાં સીવારથી બીએએમએસની ડીગ્રી મેળવ્યા બાદ તે જયપુરમાં પોતાની ક્લીનિક ચલાવતો હતો. તેણે 1992માં ગેસ ડિલરશિપ સ્કીમમાં 11 લાખનું રોકાણ કર્યું પરંતુ નુકશાન ગયું.ત્યારબાદ 1995માં તેણે અલીગઢના છરા ગામમાં નકલી ગેસ એજન્સી શરૂ કરી દીધી અને બાદમાં અપરાધિક ગતિવિધિઓમાં સામેલ થતો ગયો. ડીસીપીએ જણાવ્યું કે,તેના સહયોગી એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રકને લૂંટી લેતા હતા અને ડ્રાઈવરની હત્યા કરી દેતા હતા.ત્યારબાદ ટ્રકમાં રેહાલ સિલિન્ડર પોતાની નકલી ગેસ એજન્સીમાં ઉતારી દેતા હતા.