ભોપાલ તા. ૩ : મધ્ય પ્રદેશની હાઈકોર્ટેની ખંડપીઠે છેડછાડના એક મામલામાં આરોપી વ્યકિતને જામીન આપવા માટે અનોખી શરત રાખી હતી.કોર્ટે કહ્યુ હતું કે, આરોપીએ જે મહિલાની છેડતી કરી છે,તે મહિલાના ઘરે જઈને રાખડી બંધાવાની રહેશે.આ આરોપી મહિલાના બાળકોને ભેટ પણ આપશે.
હકીકતમાં એપ્રિલમાં બાગરી નામના એક વ્યકિત વિરુદ્ઘ છેડછાડની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપ હતો કે,આ શખ્સ ઘરમાં ઘૂસીને મહિલા સાથે છેડછાડ કરી હતી. આ મામલે બાગરીએ જામીન માટે અરજી કરી હતી,જેના પર સુનાવણી કરતા કોર્ટે આવો આદેશ આપ્યો હતો.
કોર્ટે આદેશમાં કહ્યુ હતું કે,આરોપી પોતાની પત્નિ સાથે ત્રણ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના રોજ પીડિતાના ઘરે જઈ રાખડી બંધાવશે.આ માટે પીડિત મહિલા પણ તેને ભાઈ માની આજીવન આ મહિલાની રક્ષા કરવા માટે આરોપી વચન આપે.
રાખડી બાંધવાની સાથે ૧૧ હજાર રૂપિયા પણ લઈ સાથે જવા અને બહેનને ભેટ આપી મીઠાઈ ખવડાવવી.મહિલાને આપેલી રકમની રસીદ પણ કોર્ટમાં જમા કરાવાની રહેશે.આ અગાઉ પણ કોર્ટે દારૂ વેચવાના આરોપમાં પકડાયેલા લોકોને સેનિટાઈઝર અને માસ્ક દાનમાં આપવાની વાત કહી હતી.