ન્યૂયોર્કના મેનહટનમાં 1914માં જાણીતી કંપની લોર્ડ્ઝ એન્ડ ટેઇલરનો પ્રથમ સ્ટોર ખૂલ્યો હતો અને આ બ્રાન્ડ વિશ્ર્વભરમાં મશહુર થઇ હતી.ખાસ કરીને લકઝરીસ પ્રકારના આ સ્ટોરની ચેઇન અમેરિકામાં સૌથી જૂની ગણાય છે.પરંતુ કોરોનાના કારણે જે વૈશ્વીક મહામંદી છે તેમાં આ ફેશન રેન્ટલ સર્વિસ દ્વારા એક વખત એક્વાયર થયેલી લોર્ડજ એન્ડ ટેઇલરે હવે દેવાળિયું ફૂંકવાની જાહેરાત કરી છે.રોઇટરના જણાવ્યા પ્રમાણે મે માસમાં જ કંપનીએ તેના 38 ડીપાર્ટમેન્ટલ સ્ટોર વેચવાની જાહેરાત કરી હતી અને હવે તે વધુને વધુ મિલ્કતો વેચી રહી છે.