નવી દિલ્હી : ભારતની મોટી દવા કંપની સન ફાર્માએ હલવાથી મધ્યમ કોવિડ-19 લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી જેનેરિક દવા ફેવિપિરાવિરને ભારતમાં બ્રેંડ નેમ ‘ફ્લૂગાર્ડ’ હેઠળ લોન્ચ કરી દેવામાં આવી છે. કંપનીએ એક ગોળીની કિંમત 35 રૂપિયા નક્કી કરી છે.
તમને જણાવી દઈએ કે,એવિફવિરને સામાન્ય રીતે ફેવિપિરાવિરના નામથી ઓળખવામાં આવે છે.આ દવા પહેલી વખત 1990માં જાપાનની એક કંપનીએ બનાવી હતી. રશિયાનું કહેવું છે કે,તેમના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડુ મોડિફિકેશન કર્યું છે.આ સાથે જ રશિયાએ કહ્યું કે,આગામી બે અઠવાડીયામાં તે પૂરી જાણકારી સાર્વજનિક કરશે કે,વૈજ્ઞાનિકોએ આ દવામાં શું શું ફેરફાર કર્યા છે. સિપ્લા પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે કોરોનાની દવા દવા કંપની હેટેરોએ ગત અઠવાડીએ એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીરને ભારતમાં બેન્ડ નામ ફેવિવિર હેઠળ લોન્ચ કરી.કંપનીએ એક ગોળીની કિંમત 59 રૂપિયા રાખી છે.આ સિવાય સિપ્લા પણ ટૂંક સમયમાં આ દવા લોન્ચ કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે,મૂળ રૂપથી જાપાનની કંપની ફુજી ફાર્માએ આ દવા તૈયાર કરી છે.