ભગવાન રામના આશિર્વાદથી દેશમાં કોવિડ -19 કટોકટી અદૃશ્ય થઈ જશે, એમ શિવસેનાએ કહ્યું હતું અને અંગુલીનિર્દેશ કર્યો હતો કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ લોકો મંદિર ભૂમિપૂજન સમારોહ માટે અયોધ્યામાં હાજર નહીં રહે.દેશના કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આજના સમારોહ બાબતે પાર્ટીના મુખપત્ર સામનામાં કટાક્ષ કરવામાં આવ્યો હતો.આ તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે,વડા પ્રધાન મોદી અયોધ્યામાં ભૂમિપૂજન કરે,તેનાથી મોટી બીજી કોઈ સુવર્ણ ક્ષણ નથી.અત્યારે દેશમાં કોરોનાવાયરસ છે,પરંતુ ભગવાન રામના આશીવર્દિથી તે અદૃશ્ય થઈ જશે,એમ તેમાં લખવામાં આવ્યું છે.
રામ મંદિર નિમર્ણિ અભિયાન સાથે સંકળાયેલા મુખ્ય નેતાઓ અડવાણી અને જોશી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમારોહમાં હાજરી આપશે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે.તેઓને તેમની ઉંમર અને અયોધ્યામાં કોરોના ના ફાટી નીકળ્યાને ધ્યાનમાં રાખીને સમારોહમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવી હતી.સેનાએ કહ્યું કે,આ અભિયાન સાથે જોડાયેલા અન્ય અગ્રણી ઉમા ભારતી પણ આ સમારોહમાં હાજર નહીં રહે અને તેના બદલે તેને સરયુ નદીના કાંઠેથી તેના મનની નજરે નિહાળશે.આ તંત્રીલેખમાં કહેવામાં આવ્યા મુજબ,ભૂમિપૂજન સમારોહને ધ્યાનમાં રાખીને દેશમાં ઉત્તેજના છે.તેમાં કહેવામાં આવ્યું છે કે,અયોધ્યા, ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ફેલાયો છે.આ સંકટ પણ ભગવાન રામના આશીવર્દિથી ખસી જશે.
અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ગૃહ મંત્રાલયની હતી,પરંતુ દુભર્ગ્યિપૂર્ણ છે કે ગૃહ પ્રધાન અમિત શાહને કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,એમ પણ સામનામાં કહેવામાં આવ્યું છે.