સુરત જિલ્લામાં આજરોજ કોરોનાના 70 કેસ નોંધાયા

323

બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.આજરોજ બપોર સુધીમાં જિલ્લામાં 70 વ્યક્તિઓ કોરોના ચેપગ્રસ્ત બન્યા છે.જેમાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં 18 કેસ નોંધાયા છે.

સુરત જિલ્લામાં બુધવારના રોજ બપોર સુધીમાં કોરોનાના 70 કેસ નોંધાયા છે.જેમાં ચોર્યાસી તાલુકામાં 18 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે.જ્યારે પલસાણા અને કામરેજમાં 12-12 કેસ નોંધાયા છે.માંગરોળ તાલુકામાં 11,ઓલપાડ તાલુકામાં 9,બારડોલી તાલુકામાં 5,માંડવી તાલુકામાં 2 કેસ નોંધાયા છે.જ્યારે સૌથી ઓછા મહુવા તાલુકામાં ફક્ત 1 વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે.

Share Now