જમ્મુ કશ્મીરના કુલગામમાં રહેતા ભાજપી નેતાને આતંકવાદીઓએ માર્યા ઠાર, નેતાઓ બન્યા ભોગ

404

જમ્મુ કશ્મીરના કુલગામમાં રહેતા ભાજપી નેતા અને ગામના સરપંચ સજ્જાદ હુસૈન ખાંડેને આતંકવાદીઓએ આજે સવારે ઠાર કર્યા હતા.ખાંડે પર એમના ઘરની બહાર જ ગોળીબાર કરવામાં આવ્યા હતા.તેમને તરત હૉસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર મળે એ પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અત્યાર અગાઉ ચાલુ વર્ષના જૂનમાં કશ્મીરી પંડિત એવા સરપંચ અજય પંડિતની આતંકવાદીઓએ હત્યા કરી હતી.કુલગામ જિલ્લાના વેસ્સુ ખાતે આવેલા પોતાના ઘરની બહાર સજ્જાદ હુસૈન ખાંડે ઊભા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને એમને ધડાધડ ગોળી મારી હતી.કશ્મીર ખીણ વિસ્તારમાં સરપંચ પર હુમલાની છેલ્લા 48 કલાકમાં આ બીજી ઘટના હતી.આ પહેલાં ચોથી ઑગષ્ટે કુલગામ જિલ્લાના મીરબજાર વિસ્તારના અખરાનમાં પંચ પીરના સરપંચ આરીફ અહમદ શાહ પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા.એમના પર પણ ગોળીબાર કરવામાં આવ્યા હતા.શાહને શ્રીનગરની હૉ્સ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી. એમને પણ ગંભીર ઇજા થઇ હતી.

આ પહેલાં અનંતનાગ જિલ્લાના લરકીપુરા ગામના સરપંચ અને કોંગ્રેસના નેતા અજય પંડિતની હત્યા કરવામાં આવી હતી.જો કે એના હત્યારાઓને સિક્યોરિટી દળોએ ઠાર કર્યા હતા. છેલ્લા થોડા સમયથી જે તે ગામના સરપંચોને ઠાર કરવાની ઘટના વધી રહી હતી.

Share Now