સુશાંત સિંહ રાજપૂત હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કરતાં જ શિવસેના અને ભાજપ વચ્ચે યુધ્ધરેખા અંકાઈ ગઈ છે. શિવસેનાએ ભાજપને ધમકી આપી જ દીધી છે કે,સુશાંત કે દિશા કેસમાં આદિત્ય ઠાકરેને સંડોવવાની કોશિશ કરનારાંએ તેની આકરી કિંમત ચૂકવવી પડશે.
ભાજપનાં સૂત્રોના મતે,મોદી સરકારને આદિત્ય ઠાકરેની રાજકીય કારકિર્દી ખતમ કરવા કરતાં વધારે રસ શિવસેનાને કોંગ્રેસ-એનસીપીથી દૂર કરીને પોતાની તરફ વાળવામાં છે.મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી.સામે શિવસેના,કોંગ્રેસ અને એનસીપી કંઈ કર્યા વિના વર્તમાન સ્થિતી જાળવે તો પણ સત્તામાં રહે.
એનસીપી-કોંગ્રેસની ગ્રામીણ વિસ્તારમાં અને શિવસેનાની શહેર વિસ્તારમાં પકડ જોતાં આ જોડાણ ભાજપ માટે રાજકીય ખતરો સાબિત થઈ શકે છે.ભૂતકાળમાં એનસીપી-કોંગ્રેસના જોડાણે ભાજપને સત્તાથી પંદર વર્ષ દૂર રાખ્યું હતું.ફરી આ સ્થિતી ના સર્જાય એટલે ભાજપ ફરી શિવસેના સાથે જોડાણ કરવા તૈયાર છે પણ શિવસેના તૈયાર નથી તેથી ભાજપે આદિત્ય ઠાકરેના બહાને દબાણ શરૂ કર્યું છે.