SURAT: તારા પતિને કોરોના થયો છે મારી ફોર વ્હીલ પર થૂંક્યો કેમ ? કહીને મારામારી કરી !

421

સુરતના મોરાભાગળવિસ્તારમાં તારા પતિને કોરોના વાયરસ થયો છે અને તે મારી ફોર વ્હીલ ગાડી પર થૂંક્યો છે એમ કહી ગાળાગાળી કરી આધેડ મહિલાને માતા-પુત્રએ માર મારતા મામલો રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે.મોરાભાગળની શારદાનગર સોસાયટી 1 માં રહેતા જશુબેન બાબુભાઇ રાઠોડ (ઉ.વ. 55) ગત સાંજે ઘરના દાદર પાસે ઉભા હતા ત્યારે સામે રહેતો મયુર રાઠોડ આવ્યો હતો અને તારા પતિને કોરોના વાયરસ થયો છે અને તેણે મારી ફોર વ્હીલ ગાડી પર થૂંક્યો છે એમ કહી ગાળો આપી હતી.જેથી જશુબેને ગાળો આપવાની ના પાડી હતી પરંતુ ઉશકેરાયેલા મયુરે જશુબેનને તમાચો મારી દીધો હતો.આ અરસામાં જ મયુરની માતા સવિતાબેન દોડી આવ્યા હતા અને તેમણે પણ જશુબેનને ઢીકમુક્કીનો માર મારી ગાલ પર તમાચો ઝીંકી દીધો હતો. જેથી જશુબેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા રાંદેર પોલીસ દોડી આવી હતી.પોલીસે માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે બાબુભાઇ છેલ્લા એક વર્ષથી અન્નનળીની બિમારીથી પિડીત છે જેથી મયુરે કોરોના વાયરસ હોવાના નામે માથાકૂટ કરી હતી.

Share Now