લાંબા સમયની પ્રતિક્ષા પછી રશિયા દ્વારા કોરોનાની વેક્સીન શોધી નખાય છે. વેક્સીનનું નામ SputnikV રાખવામાં આવ્યુ છે.તેને બનાવા માટે રૂસ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડની મદદ લેવામાં આવી છે.તેમણે હવે કોરોના વેક્સીન માટેની એક વેબસાઈટ પણ લોન્ચ કરી દીધી છે.જેનું નામ sputnikvaccine.com છે.
વેબસાઈટ વિશેની જાણકારી ભારતમાં આવેલા રશિયાના દૂતાવાસે પોતાના ફેસબુસ પેજ શેર કરીને આપી હતી.રશિયાનો દાવો છે કે આ વેક્સીન તેમની 20 વર્ષની શોધોનું પરિણામ છે.વેક્સીનમાં જે પાર્ટિકલ્સ વાપરવામાં આવ્યા છે, તે પોતાને રેપ્ટિકટ નથી કરી શકતા.
વેબસાઈટની ખાસિયતો
વેબસાઈટમાં વેક્સીન SputnikV વિશેની તમામ માહિતી આપવામાં આવી છે.વેક્સીન બનાવવા માટે કોની કોની સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે તે જણાવાયુ છે.તેમાં મીડિયા માટે ન્યૂઝરૂમ નામનું પેજ બનાવવામાં આવ્યુ છે.તેમજ સંપર્ક અને સવાલ-જવાબની એક કોલમ અપાઈ છે.
રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા ઘણાં લોકોએ આ વેક્સીનનો ડોઝ લીધેલો છે.અમુક લોકોને ડોઝ અપાતા તાવ આવી શકે છે.તેઓને પેરાસિટામોલ લેવાની સલાહ અપાઈ છે.