
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે સતત ટીકા ટિપ્પણીઓ ચાલી રહી છે.શિવસેના નેતા સંજય રાઉતે સતત ટિપ્પણીઓ કરી અને આર્ટિકલ લખીને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે.અને હવે આ મામલાને લઈ સંજય રાઉતની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પટનામાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
HAMના પ્રવક્તા દાનિશ રિઝવાને પટના પોલીસને ઈમેઈલ મોકલીને આ ફરિયાદ દાખલ કરાવી છે.તેમાં સંજય રાઉત ઉપરાંત BMC મેયર, BMC પદાધિકારી અને મુંબઈ પોલીસ કમિશનર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમાં આ લોકો સામે તપાસ અને ધરપકડની માગ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે,સંજય રાઉત તરફથી સુશાંત કેસમાં સતત નિવેદનો કરવામાં આવી રહ્યા છે.સુશાંત અને અંકિતાના બ્રેકઅપની તપાસની વાત પણ કરવામાં આવી હતી.
તો બીજી બાજુ આ મામલે બિહાર પોલીસ અને પટના પોલીસ સામ સામે આવી ગઈ છે.પોલીસ જ નહીં બંને રાજ્યોની સરકારો પણ સામસામે છે.બિહાર સરકાર સીબીઆઈ તપાસની માગ કરી રહી છે.તો મહારાષ્ટ્ર સરકાર તેનો વિરોધ કરી રહી છે.મુંબઈ પોલીસનું કહેવું છે કે આત્મહત્યા મુંબઈમાં થઈ છે,તેવામાં પટના પોલીસને તપાસનો અધિકાર નથી.થોડા દિવસો પહેલાં જ પટના પોલીસના એક ઉચ્ચ અધિકારીને મુંબઈ પોલીસે ક્વોરન્ટાઈન કરી દીધા હતા.સરકારે આ મામલે સીબીઆઈ તપાસની માગ માની લીધી છે.પણ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.