સાઈબર સુરક્ષા નીતિ : 1000 દિવસોમાં તમામ ગ્રામ પંચાયતો આઈટી નેટવર્કમાં જોડાશે

719

નવી દિલ્હી તા.15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય દિન પ્રસંગે પ્રજાજોગ સંબોધનમાં જાહેર કર્યુ હતું કે સરકાર જલ્દી એક સાઈબર સુરક્ષાની નીતિ જાહેર કરશે.તેમણે જણાવ્યું હતું કે દેશના આર્થિક અને સામાજીક જીવનમાં ઈન્ટરનેટ અને સાઈબર આઈટીના વિસ્તારના કારણશે સરકાર એક ઈન્ટીગ્રેટેડ-સમન્વીત સાઈબર સુરક્ષા નીતિ જાહેર કરશે.

તેમણે જણાવ્યું હતું કે આગલા 1000 દિવસોમાં 6 લાખથી વધુ ગામોને ફાઈબર ઓપ્ટીક નેટવર્ક સાથે જોડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ડિજીટલ ઈન્ડીયામાં ગ્રામીણ ભારત અને ગામોની ભાગીદારી આવશ્યક છે.આપણે ઝડપથી ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા છીએ.આ 1000 દિવસોમાં જ દરેક ગ્રામ પંચાયત સુધ પહોંચી જશે.તેમણે જણાવ્યું હતું કે ગત 6 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળી છે.દરેક ઘરને વીજળી,રસોઈ ગેસ,ગરીબો માટે બેંક ખાતા અથવા તમામ ઘરોમાં શૌચાલય બની ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે,આગામી 1,000 દિવસોમાં (ત્રણ વર્ષથી ઓછા સમયમાં),દેશના છ લાખ ગામોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે.આ સાથે,સરકાર ટૂંક સમયમાં નવી સાયબર સુરક્ષા નીતિ લાવશે. 74 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઓતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા મોદીએ કહ્યું કે,નવા ભારતના નિર્માણ તરફ લેવામાં આવતા પગલાઓનો ઉલ્લેખ કરતી વખતે, ઓપ્ટિકલ ફાઇબર,જેણે પાંચ વર્ષમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડી છે. આ સુવિધા સાથે જોડીને બીજા એક લાખ ગામો સુધી આ સુવિધા પોચાડવામાં આવશે.

તેમણે કહ્યું કે છ લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નાખવાનું કામ આગામી 1,000 દિવસમાં પૂર્ણ થઈ જશે.પ્રધાનમંત્રીએ કહ્યું કે આની સાથે સાયબર સુરક્ષાને લઈને પણ આપણે જાગ્રત રહેવું પડશે. અમે નવી સાયબર સિક્યુરિટી પોલિસી લાવીશું.આ માટે રણનીતિ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

વડા પ્રધાને કોરોના વાયરસ રોગચાળાના પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનની પણ શરૂઆત થઈ રહી છે.તેમણે કહ્યું કે દરેક ભારતીયને આરોગ્ય ઓળખ નંબર આપવામાં આવશે,જેમાં તેના સ્વાસ્થ્યને લગતી સંપૂર્ણ માહિતી હશે. “તમે કયા ડોક્ટર પાસે સારવાર કરાવી, કઈ દવા લેવામાં આવી, તેમાં સંપૂર્ણ માહિતી શામેલ હશે.કૃષિ ક્ષેત્રમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

‘વન નેશન વન રેશનકાર્ડ’, ‘વન નેશન વન ટેક્સ’, ‘જન ધન ખાતા’ જેવી નવી ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવે તે તમામ સુધારાઓ આજે દેશની તાકાત બની છે. ઇનસોલ્વન્સી અને ડેટ સોલવન્સી (આઇબીસી) જેવા સુધારાઓ એક પછી એક રજૂ કરવામાં આવ્યા.

Share Now