કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો : ત્રણ સુરક્ષા જવાનો શહિદ

315

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સીઆરપીફની નાકા પાર્ટી પર સોમવારે આતંકવાદી હુમલો થયો છે.આતંકવાદીઓએ બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં હુમલાને અંજામ આપ્યો છે.આ હુમલામાં એક પોલીસ અધિકારી અને બે સીઆરપીએફ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં ત્રણેયે અંતિમ શ્વાસ લીધા હતા.

હુમલામાં ઘાયલ પોલીસ અધિકારી અને સીઆરપીફના બે જવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં ત્રણેય શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે.નોંધનીય છે કે, 12 ઓગસ્ટે પણ આતંકવાદીઓએ બારામૂલામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી.આતંકવાદીઓએ તે સમયે સોપોરમાં પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી.આ હુમલામાં સેનાના એક જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાન 15 ગઢવાલ રેજિમેન્ટના હોવાનું સામે આવ્યું હતું જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી જાણકારી મુજબ, આતંકવાદીઓએ સોમવારે બારામૂલાના ક્રેરી વિસ્તારમાં નાકા પાર્ટીમાં તૈનાત સીઆરપીએફના બે જવાનોને પોતાના નિશાન બનાવ્યા હતા. હુમલાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ફરાર થઇ ગયા હતા.ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ અને સીઆરપીએફે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.અહેવાલ છે કે હુમલાને અંજામ આપ્યા બાદ ગામમાં જ ક્યાંક છુપાયેલા છે.

Share Now