સુરતમાં એસ.ડી. જૈન સ્કૂલની ફીને લઇને દાદાગીરીઃ વાલીઓએ સ્કૂલ પરિસરમાં કર્યો હોબાળો

305

સુરત: એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે.ફીના મુદ્દાને કારણે આ શાળા વિવાદમાં આવી છે.તો શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.શાળા દ્વારા વારંવાર ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. બીજીતરફ વાલીઓ કોરોનાની અસર અને હાલ શાળા શરૂ ન હોવાને કારણે ફી આપવાની ના પાડી રહ્યાં છે.શાળાથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલની બહાર હોબાળો મચાવ્યો છે.

આ પ્રથમવાર નથી કે એસ ડી જૈન સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી છે.આ પહેલા પણ શાળા સંચાલકોની ફી મામલે દાદાગીરીને લીધે શાળા અનેકવાર વિવાદમાં આવી ચુકી છે.આ પહેલા પણ શાળાએ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ફી ભરીને હોલ ટિકિટ લઈ જવાનું કહ્યું હતું.શાળાએ ફીને કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

સુરતની એસ.ડી.જૈન સ્કૂલે વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રીમૂવ કરી દીધા છે.ફી ન ભરતા એસ.ડી.જૈન સ્કૂલે 500 વિદ્યાર્થીઓને રીમૂવ કરી દીધા છે. જેને લઇ વાલીઓએ સ્કૂલના પરિસરમાં હોબાળો મચાવ્યો છે.વાલીઓએ કહ્યું કે સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં સ્કૂલ ફીને લઇ વાલીઓને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી.ત્યાર બાદ શાળાઓની ફી બાબતે સરકારના પરિપત્રને લઇ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે કોરોના મહામારીની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી.કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા કે,શાળાઓ બંધ હતી તો ફી કેમ વસુલ કરે છે?.શાળા સંચાલકો ફરજિયાત ફી ભરવા દબાણ કરે છે.સરકારની મિલીભાગતને કારણે સંચાલકોને ખુલ્લો દોર મળ્યો છે.

Share Now