છેલ્લા 14 દિવસમાં દુનિયામાં કોરોનાના સૌથી વધારે કેસ ભારતમાં નોંધાયા

250

નવી દિલ્હી : દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે.દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે.આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 27 લાખ ઓળંગી ગયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55079 કેસ નોંધાતા કુલ કેસ 2702742 થઈ ગયા છે.

જોકે,એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 57937 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે.આ સાથે જ આ આંકડો વધીને 1977779 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણો વધારે છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 876 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 51797 સુધી પહોંચી ગઈ છે.જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 673166 એક્ટિવ કેસ છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 21881421 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 774028 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 13888403 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે.સમગ્ર દુનિયામાં અત્યારે 7218990 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા,બીજા સ્થાન પર બ્રાઝિલ,ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

Share Now