નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દ્વારા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના મામલે દોષિ જાહેર કર્યા બાદ દેશના કેટલાક વકીલોએ આને લઈને બેચેની વ્યક્તિ કરી છે. દેશના લગભગ 1500થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેઓ સુધારત્મક પગલા લઈને ન્યાની નિષ્ફળતાને રોકે.વકીલોએ જણાવ્યું છે કે,બારની અવમાનનાનો ડર બતાવીને શાંત કરાવવાથી સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા અને શક્તિમાં ઘટાડો થશે.
આ અપીલ પર હસ્તાક્ષર કરનારા વકીલોમાં શ્રીરામ પાંચૂ,અરવિંદ દતાર, શ્યામ દિવાન,મેનકા ગુરૂ સ્વામી,રાજૂ રામચન્દ્રન, બિશ્વીત ભટ્ટાચાર્ય,નવરોજ સીરવાઈ,જનક દ્વારકાદાસ,ઈકબાલ ચાલગા,દારિઅસ ખંબાટા,વૃન્દા ગ્રોવર,મિહિર દેસાઈ,કામિની જાયસવાલ અને કરૂણા નંદી સામેલ છે.વકીલોએ જણાવ્યું છે કે,આ ચુકાદો પ્રજાની નજરમાં કોર્ટના અધિકારીને જાળવી રાખતો નથી પરંતુ વકીલોને ખુલીને પોતાની વાત રજૂ કરતા રોકે છે.સ્વતંત્રતા ન્યાયપાલિકનો અર્થ એ નથી કે જજો પર ટિપ્પણી ના કરી શકાય.આ વકીલનો કર્તવ્ય છે કે તેઓ ઉણપને બાર,બેંચ અને પ્રજાની સમક્ષ રજૂ કરે.