વિશ્વના અમિરોના લિસ્ટમાંથી મુકેશ અંબાણી તેમના ક્રમેથી નીચે ખસી ગયા, સંપત્તિમાં અધધ.. ઘટાડો થતાં આ સ્થાને પહોંચ્યા

290

છેલ્લા 4 કારોબારી સત્રમાં રિલાયન્સના શેરમાં સતત ઘટાડા સાથે બંધ થયા.આના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.દુનિયાના ટોપ 10 અમિરોમાં તે હવે ચોથા સ્થાનેથી ખસીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે.મુકેશ અંબાણીની કુલ 78.8 અબજ ડોલર છે.

જેફ બેજોસ પહેલા નંબર પર

બ્લૂમબર્ગના બિલિયોનર ઈન્ડેક્સ મુજબ 18 ઓગસ્ટના જેફ બેજોસ પહેલા નંબર પર છે.તેની કુલ સંપત્તિ 188 અબજ ડોલર છે.આ વર્ષ તેની સંપત્તિમાં અત્યાર સુધી 73 અબજ ડોલરનો વધારો થયો છે.આ લિસ્ટમાં 121 અબજ ડોલરની સાથે સાથે બિલ ગેટ્સ બીજા નંબર પર અને 99 અરબ ડોલર સાથે માર્ક ઝુકરબર્ગ ત્રીજા નંબર પર છે.

મુકેશ અંબાણીના સ્થાને એલન મસ્ક આવી ગયા

ચોથા સ્થાન પર એલન મસ્ક આવી ગયા છે.તેમની કુલ સંપત્તિ 84.8 અબજ ડોલર છે.આ વર્ષ તેમની સંપત્તિમાં 7.8 અબજ ડોલરનો નફો થયો છે.પાંચમાં નંબર પર બર્નાર્ડ ઓર્નોલ્ટ છે તેની સંપત્તિ 84.6 અબજ ડોલર છે.છઠ્ઠા નંબર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે.તેની સંપત્તિ 78.8 અબજ ડોલર છે. આ વર્ષ અત્યાર સુધી તેની સંપત્તિમાં 20 અબજ ડોલરનો નફો થયો છે.

Share Now