ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાના બન્યા BSFના મહાનિર્દેશક, CBI V/S CBIમાં થઈ હતી સંડોવણી

254

ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દેશની સરહદ પર સુરક્ષા કરનારી સૌથી મોટી ફોર્સ BSFના મહાનિર્દેશક તરીકે નિમણૂંક કરી છે. તેઓ હાલમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રમુખ પદ પર ફરજ બજાવતા હતા.

ગૃહ મંત્રાલયની ભલામણ પર કરી નિમણૂંક

કેબિનેટની નિમણૂંક કમિટીએ ગૃહ મંત્રાલયની ભલામણ પર રાકેશ અસ્થાનાને બીએસએફના મહાનિર્દેશક બનાવાવાની મંજૂરી આપી છે.આ સાથે જ તેઓ એનસીબી અને ડીજીનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે.

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી

1984 બેંચના ગુજરાત કૈડરના આઈપીએસ રાકેશ અસ્થાના જ્યારે સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર પદ પર તૈનાત હતા,ત્યારે ડાયરેક્ટર આલોક વર્મા સાથે તેમને વિવાદ થયો હતો.જેને લઈ બંને અધિકારી કોર્ટમાં પહોંચ્યા હતા.

સીબીઆઈ વિ. સીબીઆઈમાં સંડોવાયા હતા

બાદમાં સુપ્રીમ કોર્ટે બચાવ કર્યો હતો. તેમ છતાં પણ રાકેશ અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપસર તપાસ થઈ હતી.જો કે,સીબીઆઈએ તેમને ક્લીનચીટ આપી હતી.ત્યાર બાદ બીસીએએસ અને એનસીબીના બંનેના પ્રમુખ બનાવી દીધા હતા.

સૌથી મોટી સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક બન્યા

દેશની સૌથી મોટી સીમા સુરક્ષા દળ,બીએસએફ એટલે કે,બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિર્દેશકનો પદભાર હાલમાં આઈટીબીપીના ડીજી,એસએસ દેશવાલ સંભાળી રહ્યા હતા.ત્યારે હવે રાકેશ અસ્થાનીની એન્ટ્રી થતાં પૂર્ણકાલીન મહાનિર્દેશક મળી ગયા છે.લગભગ અઢી લાખ ફોર્સ વાળી બીએસએફની જવાબદારી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદની સુરક્ષા કરશે.

Share Now