બેઇજિંગ તા. ૧૮ : ચીનના શિન પ્રિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર થયેલા કમ્યુનિસ્ટ પાર્ટીના અત્યાચારોની કથાઓ જાણીતી છે.કોરોના રોગચાળા દરમિયાન પણ આ અત્યાચારો અટકયા નહીં પરંતુ થોડા દિવસોથી ઉગ્ર બન્યા છે.હવે તો ઉઇગર મહિલાઓ જયારે ગર્ભવતી હોય ત્યારે તેણીનું દબાણ પૂર્વક ગર્ભપાત કરવામાં આવે છે.હવે શિનજિયાંગનો બીજો એક મામલો સામે આવ્યો જેનાં ચીની સરકારે આતુષ સ્થિત એક મસ્જિદને તોડી નાખી છે અને અહીં જાહેર શૌચાલય બનાવ્યું છે.આ મસ્જિદ વિરૂધ્ધ ચીન દ્વારા કરવામાં આવેલ એક અભિયાન થકી આ મસ્જીદને વર્ષ ર૦૧૮ માં તોડી પાડવામાં આવેલ છે.
રેડિયો ફ્રી એશિયાન અહેવાલ મુજબ, સરકાર તરફથી આતુષના સુંગાગ ગામમાં વર્ષ ર૦૧૬ માં બે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને હવે તેની જગ્યાએ જાહેર શૌચાલયો બનાવાયા છે.ચાઇનાએ તેને ‘મસ્જિદ સુધારણ’ નામ આપ્યું છે.શીર્ષ નેતા શીજિનપિંગના નેતૃત્વમાં ઉઇગર મુસ્લિમોનું દમન કોઇ નવી વાત નથી.
સુતાંગના અન્ય એક રહેવાસીએ આરએફએને જણાવ્યું હતું કે અહીં બે મસ્જિદો હતી જેને વર્ષ ર૦૧૯ માં તોડી પાડવામાં આવી હતી અને હવે એક દુકાન ખોલવામાં આવી છે જયાં દારૂ અને સિગારેટ મળે છે જેને ઇસ્લામમાં પ્રતિબંધિત માનવામાં આવે છે.તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સિનજિયાંગમાં ચીની સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૭૦ ટકા મસ્જિદોનો નાશ કરવામાં આવ્યો છે.
મસ્જિદો ઉપરાંત ચીની સત્તાવાળાઓએ ર૦૧૬ પછી શિનજિયાંગમાં મુસ્લિમ કબ્રસ્તાનો અને અન્ય ધાર્મિક બંધારણોને નષ્ટ કરવાની ઝૂંબેશ શરૂ કરી છે જે આજ સુધી ચાલુ એગ્નેસ ફ્રાંસ પ્રેસના દ્વારા જાણવા મળ્યું છે કે એકલા જ શિનજિયાંગમાં ૪પ કબ્રાસ્તાનોને ઓકટોબરથી રદ કરવામાં આવ્યા હતાં.અને ત્યાં આ બગીચાઓની અને પાર્કીંગની જગ્યાઓ બનાવી દેવામાં આવી છે.
ચીનના ૧.૮ મીલીયન ઉઇગર મુસ્લિમો ઉપર મોટાપાયે અત્યાચારોની ખબરો વધી રહી છે.આરએફએને એક વ્યકિતએ કહયું કે, ચીન કોમ્યુનિસ પાર્ટીના કોમરેડોએ ર૦૧૮ માં મસ્જીદ તોડી ત્યાં શૌચાલય બનાવેલ.પણ જાહેર ટોયલેટની અહીંના લોકોને જરૂરત જ નથી. એથીએ શૌચાલય હજુ બંધ છે.
વોશિંગ્ટનના ઉઇગર હયુમન રાઇટસ પ્રોજેકટએ આ અંગેના એક અહેવાલ કરેલ જેમાં ર૦૧૬ થી ૧૯ વચ્ચે ૧૦ થી ૧પ હજાર મુસ્લિમ ધાર્મિક સ્થળોને જિયો લોકેશન અને અન્ય તકરિકીઓ દ્વારા તોડી પડાયાનું જણાવેલ છે.