આદિત્યને જાણતી નથી, ક્યારેય મળી નથી, ફોનમાં વાત પણ કરી નથી : રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો

273

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ નવા નવા ખુલાસાઓ થતા રહે છે.એવામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પ્રથમ આરોપી માનવામાં આવી રહી છે.ED અને CBI પણ આ કેસની તપાસ કરી રહી છેએવામાં ઘણાં લાંબા સમયથી ચૂપ રિયા ચક્રવર્તીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.જેમાં તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે.આટલું જ નહીં,રિયાએ પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરે સાથેના તેના સબંધો ઉપર પણ સ્પષ્ટતા કરી છે.

સુશાંત સ્યૂસાઈડ કેસમાં આરોપી મનાઈ રહેલી રિયા ચક્રવર્તીએ પોતાના વકીલ સતીશ માનશિંદે મારફતે એક નિવેદન આપ્યું છે.જેમાં તેણે પોતાના પરના તમામ આરોપોને રદિયો આપ્યો છે.તેણે જણાવ્યું કે, ED અને CBIએ તેના તમામ દસ્તાવેજોની તપાસ કરી દીધી છે. જેમાં તેમને મારા વિરુદ્ધ કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી,જેથી મારા પર કોઈ સવાલ ઉઠાવવામાં આવે.

રિયા ચક્રવર્તીએ આદિત્ય ઠાકરે સાથે પોતાનું નામ જોડાવા પર કહ્યું કે,તે આદિત્યને જાણતી પણ નથી.તેના પર જે આરોપો લગાવવામાં આવી રહ્યાં છે,તે જૂઠ્ઠા છે.હું ક્યારેય આદિત્ય ઠાકરેને મળી નથી.આટલું જ નહીં,મે ક્યારેય આદિત્ય સાથે ફોન પર પણ વાત નથી કરી.જો કે શિવસેનાના નેતા તરીકે મેં તેમના વિશે સાંભળ્યું છે.

ઉલ્લેખનીય છે કે,શિવસેના નેતા આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન અને પર્યાવરણ મંત્રી છે.જેનું નામ રિયાના બૉયફ્રેન્ડ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં અનેક વખત સામે આવી ચૂક્યું છે.

અભિનેત્રી રિયાના વકીલનું કહેવું છે કે 2019માં એક પાર્ટી થઈ હતી.જેમાં સુશાંત અને રિયા પ્રથમ વખત મળ્યા હતા.જે બાદ બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.થોડા સમય બાદ સુશાંત અને રિયાએ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કર્યો.આ માટે મુંબઈના બાન્દ્રામાં તેમણે ઘર ખરીદ્યું હતું.જ્યાં 8 જૂને સુશાંત સાથે ઝઘડો થયા બાદ રિયા ઘર છોડીને જતી રહી હતી.જે બાદ 14 જૂને સુશાંત સિંહ તે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Share Now