ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે.અહીં એક પત્ની એ પોતાના પતિથી તલાક માંગ્યા છે.પત્નીનું કહેવું છે કે તેમના પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તેની સાથે કયારેય ઝઘડતા જ નથી.મહિલાએ લગ્નના લગભગ 18 મહિના બાદ તલાકની અરજી શરિયા કોર્ટમાં કરી છે.
શરિયા કોર્ટના મૌલવીએ કહ્યું કે જ્યારે મહિલાને તલાક માંગવાનું કારણ પૂછયું તો તેઓ પણ ચકરાવે ચઢી ગયા.ત્યારબાદ મૌલવીએ તેની દલીલને તલાકનું કારણ ના ગણતા અરજી નકારી દીધી.
પંચાયતે પણ અરજી નકારી દીધી
શરિયા કોર્ટમાંથી અરજી નકાર્યા બાદ મહિલાએ સ્થાનિક પંચાયતમાં મદદ માંગી.પંચાયતે પણ આ કેસમાં કોઇપણ નિર્ણય આપવાની ના પાડી દીધી અને તેને પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર ગણાવ્યું.
મહિલા બોલી શ્વાસ રૂંધાય છે
મૌલવીએ કહ્યું કે જ્યારે મહિલાની અરજી બાદ તેને બોલાવામાં આવી તો તેણે દલીલમાં કહ્યું હતું કે તે પોતાના પતિના પ્રેમને પચાવી શકતી નથી.ના તો તેઓ કયારેય મારા પર ગુસ્સે થયા છે અને ના તો કયારેય કોઇ મુદ્દા પર મને નિરાશ કરીશ.આવા માહોલમાં મારો શ્વાસ રૂંધાય છે.કયારેક-કયારેક તેઓ મારા ખાવાનું પણ બનાવે છે અને ઘરનું કામ કરવામાં પણ મારી મદદ કરે છે.હું તેમને જે પણ કહું છું કે તરત માની જાય છે.મારો આવો માહોલમાં શ્વાસ રૂંધાય છે.
‘નથી જીવવી આવી જિંદગી’
મહિલાએ કહ્યું કે તેના લગ્નને 18 મહિના થઇ ગયા.તેનો તેના પતિ સાથે કયારેય ઝઘડો થયો જ નથી.તેણે કહ્યું કે જ્યારે પણ હું કોઇ ભૂલ કરું છું તે હંમેશા મને માફ કરી દે છે.હું તેમની સાથે ઝઘડવા માંગું છું પરંતુ તેઓ હસતા-હસતા મારી વાત સાંભળે છે.પલટીને કયારેય જવાબ આપતા નથી.હું આવી જિંદગી જીવવા માંગતી નથી,જ્યાં પતિ દરેક વાત માટે સહમત હોય અને ઝઘડો ના કરે.