રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સુપ્રીમ કોર્ટેમાં ટ્વીટર પર આલોચકોને બ્લોક કરવાની પરમિશન માંગી છે.ટ્રમ્પે આ પહેલાં પણ વર્ષ 2017 માં આલોચના કરનારઓને બ્લોક કર્યા હતા.ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો.પણ એ સમયમાં આ મેટર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. લોઅર ફેડરલ કોર્ટે ત્યારે કહ્યું હતુ કે,ટ્રમ્પ આધિકારીક જાણકારીઓ ટ્વીટ કરે છે. એવામાં આલોચકોને તે બ્લોક કરી ના શકે.આનાથી આલોચકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને નુકશાન થશે.હવે ટ્રમ્પે આ નિર્ણય પર પડકાર આપ્યો છે.
જો ટ્વીટરની વાત કરીએ તો સોશિયલ વેબસાઇટ ટ્વીટરે ડોનાલ્ડ ટ્મ્પના બે ટ્વીટને ભ્રામક જાણકારી ફેલાવનારો બતાવ્યો હતો.ટ્વિટરે આ ટ્મ્પના ટ્વીટને ફેક્ટ ચેક વોર્નિંગ પણ લગાવી દીધો હતો.ટ્વીટરનાં આ પગલાં બાદ ટ્મ્પ ભડકી ગયા અને તેણે ટ્વીટર ફેક્ટ ચેકને જ ખોટુ કહી દીધુ.હમણાં જ ટ્વીટરે હાઇડ્રોક્સીક્લોરોક્વીનને લઇને ટ્રમ્પના પુત્ર પર પણ કાર્યવાહી કરી હતી.
જુન અને ઓગસ્ટમાં પણ હટાવવામાં આવ્યા છે ટ્રમ્પના ટ્વીટ અને પોસ્ટ
જુનમાં પણ ટ્રમ્પની સાથે કંઇક એવુ જ થયુ હતુ.ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો છે.જેની સાથે લખ્યુ છે કે,ડરા હુઆ બચ્ચા એક દુસરે નસ્લવાદી બચ્ચે સે ડર કે ભાગ રહા હૈ,આ ટ્વીટ દ્વારા તેમણે અમેરિકામાં ઘણાં રાજ્યોમાં જારી થયેલા બ્લેક લઇટ્સ મેટર આંદોલન પર નિશાના સાધવાની વાત કરી હતી.
ટ્વીટર મુજબ આ વીડિયો વર્ષ 2019માં પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો.જેમાં એક શ્વેત અને અશ્વેત બાળક એકબીજાને ભેટવા માટે દોડી રહ્યાં છે. ટ્વીટરે આ વીડિયો ‘મેનિપુલેટેડ મીડિયા’ મા માર્ક કરતાં ડોક્ટર્ડ ગણાવીને હટાવી દીધો હતો.
આ પહેલાં પણ ઓગસ્ટમાં ફેસબુક તરફથી કોરોના વાયરસ પર ભુલથી ખોટી જાણકારી ફેલાવવાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની કોઇ પોસ્ટને ડિલીટ કરી હતી.ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે.’ એવુ કોઇ તથ્ય નથી કે, કોઇ શખ્સમાં કોરોનાથી લડવાની તાકાત હોય છે.આ વીડિયો આપણી નીતીઓનું ઉલ્લઘંન છે.’ ટ્વીટરે પણ એક્શન લેતાની સાથે જ આ પોસ્ટને હટાવી દીધી હતી.