સુશાંત આત્મહત્યા : અભિનેતાના કૂકને કસ્ટડીમાં લેતી સીબીઆઈ

344

મુંબઈ,તા. 21 : બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યામાં સીબીઆઈએ કેસ સંભાળ્યાના કલાકોમાં જ ધડાકો કર્યો છે અને સુશાંતના કૂકને હાલ સકંજામાં લઇને તેની પૂછપરછ શરુ કરી છે.મુંબઈ પહોંચેલી સીબીઆઇની ટીમ અલગ અલગ એંગલથી સમગ્ર આત્મહત્યાને તપાસી રહી છે.

સીબીઆઈની એક ટીમે પહેલા મુંબઈમાં આ કેસની તપાસ કરનાર ડીસીપીની ઓફીસે જઇને તેને તમામ દસ્તાવેજો કબજે લીધા હતા અને બીજી એક ટીમે સુશાંતના કૂક નિરજને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.સીબીઆઈએ એ માહિતી નિશ્ચિત કરી હતી કે સુશાંતએ છેલ્લે જ્યુસ પીધો હતો અને તે તેના આ કૂકે બનાવીને આપ્યો હતો.અને તેથી તે અંગે તપાસ શરુ કરી છે.તો બીજી તરફ સીબીઆઈની એક ટીમ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સાથે જોડાયેલા લોકો અને સુશાંતના પૂર્વ મેનેજર અને તેના ઘરે કામ કરનાર લોકોની પૂછપરછ કરશે. સીબીઆઇએ એક ખાસ ટીમ બોલીવૂડ માટે બનાવી છે જેમાં ચર્ચા મુજબ સુશાંતને નજરઅંદાજ કરવામાં બોલીવૂડની એક માફિયા ટોળકીએ ભૂમિકા ભજવી હતી અને એ એંગલથી તપાસ શરુ કરી છે.

સીબીઆઇ દ્વારા સુશાંતના કેસ ડાયરી,ફોટોગ્રાફ,ઓટોપ્સી રિપોર્ટ,મુંબઈ પોલીસનો ફોરેન્સીક રિપોર્ટ,પોસ્ટમોર્ટમ રિપોર્ટ કબજે લીધા છે.સીબીઆઈની ચોથી ટીમ એક ગેસ્ટ હાઉસમાં મુકામ કરી રહી છે અને તે ત્રણેય પાસેથી જે હીંટ મળે છે તેના આધારે તપાસનો દોર નક્કી કરે છે.

સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે સીબીઆઈએ પ્રથમ લાઈન ઓફ એકશન નિશ્ર્ચિત કરી લીધી હતી અને તેના આધારે હવે આગળ રોજબરોજ સીબીઆઈની ચારેય ટીમ રાત્રિના એકત્ર થઇને જે કાઇ માહિતી મળી હશે તેના આધારે આગળની તપાસ નિશ્ચિત કરશે.

Share Now