JEE-NEET પર સરકાર નહીં માને તો આ 1976ની નસબંધીના નિર્ણય જેવી ભૂલ હશે: સ્વામી

448

નવી દિલ્હી : જેઈઈ અને નીટ પરીક્ષાને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે જો કે સતત પરીક્ષાઓને રદ કરવાની માગ ઉઠી રહી છે.ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે,જો સરકાર જેઈઈ અને નીટને લઈને પોતાનો નિર્ણય બદલતી નથી તો 1976માં કરવામાં આવેલી નસબંધી જેવી ભૂલ હશે જેના પરિણામ 1977માં ઈન્દિરા ગાંધી સરકારને ભોગવવા પડ્યા હતા.સ્વામીએ જણાવ્યું કે,ભારતીય મતદાતા ચૂપચાપ વધુ સહન કરી લેશે પરંતુ આ બધુ લાંબા સમય સુધી યાદ રાખશે.

સુબ્રમણ્યમ સ્વામીએ અગાઉ પણ જેઈઈ-નીટ 2020 મામલે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો અને જેઈઈ-નીટ 2020 પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરી હતી.

સુબ્રમણ્યમ સ્વામી સિવાય અન્ય કેટલાક વિપક્ષના નેતા પણ સરકારને જેઈઈ-નીટ 2020ની પરીક્ષાઓને મોકૂફ કરવાની માગ કરી છે.રવિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ મામલે સરકારને માગણી કરી હતી કે વિદ્યાર્થીઓની ચિંતાઓ પર વિચાર કરે.

Share Now