લૉકડાઉનમાં ચાર ગણી વધી એડલ્ટ ટૉય્ઝ અને આવી આઈટમની માંગ, સર્વેમાં ખુલ્યા ઘણા રાઝ

1067

દેશમાં કોરોના વાયરસના કારણે લગભગ બે મહિના સુધી લૉકડાઉન લાગુ રહ્યુ. લૉકડાઉને બજારો અને આર્થિક ગતિવિધિઓ પર ઘણી અસર કરી. પરંતુ આ દરમિયાન એક બજારમાં ઘણો ગ્રોથ જોવા મળ્યો.એ છે એડલ્ટ સેક્સ્યુઅલ પ્રોડક્ટનુ માર્કેટ.પોસ્ટ લૉકડાઉન પીરિયડમાં આ સેક્ટરમાં 65 ટકાનો ઉછાળો જોવા મળ્યો. લૉકડાઉન દરમિયાન ઘરોમાં લોકો વચ્ચે હાલના દિવસોમાં આ રીતની પ્રોડક્ટની માંગમાં ભારે ડિમાન્ડ જોવા મળી છે.સૌથી મહત્વની વાત એ છે કે આ ગ્રાહકોમાં મોટાભાગની મહિલાઓ છે.એડલ્ટ પ્રોડક્ટ્સના વેચાણ મામલે મહારાષ્ટ્ર પહેલા સ્થાને ઈકોનૉમિક્સ ટાઈમ્સના જણાવ્યા મુજબ એડલ્ટ પ્રોડક્ટસના વેચાણ મામલે મહારાષ્ટ્ર પહેલા સ્થાન પર છે.આ યાદીમાં બીજુ સ્થાન કર્ણાટક અને ત્રીજુ તમિલનાડુનુ છે.

જો વાત મેટ્રો સિટીઝની કરીએ તો મુંબઈ સેક્સ પ્રોડ્ક્ટ્સના વેચાણમાં પહેલા સ્થાને છે.ત્યારબાદ બેંગલુરુ બીજા અને નવી દિલ્લી ત્રીજા સ્થાને છે.એનસીઆરની સરખામણીમાં મુંબઈ મહાનગરીય વિસ્તાર(એમએમઆર)માં સેક્સ પ્રોડક્ટસનુ વેચાણ લગભગ 24 ટકા વધુ છે.પૂણે સેક્સ ટૉય્ઝના વેચાણ મામલે દેશના 8 ટૉપ શહેરમાં શામેલ છે.આ સાઈટ પર લોકોએ કરી જોરદાર ખરીદી સેકન્ડ ટાયરના શહેરોમાં લખનઉ સેક્સ પ્રોડક્ટ્સ ખરીદવામાં પહેલા સ્થાને છે.જ્યારે થ્રી ટાયર સિટીમાં પાણીપત,શિલાંગ,પુડુચેરી અને હરિદ્વારમાં આ રીતની પ્રોડક્ટની ઘણી માંગ જોવા મળી છે.ઈકોનૉમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સર્વે મુજબ સુરતમાં પ્રતિ ઑર્ડર સૌથી વધુ ખર્ચ 3900 રૂપિયા છે.પુરુષ ખરીદારોમાં ઉત્તર પ્રદેશ બધા રાજ્યોમાં સૌથી આગળ છે.

ThatsPersonal.comના સીઈઓ સમીર સરૈયાએ કહ્યુ,આ ઉત્પાદનોનુ બજાર ઝડપથી વધી રહ્યુ છે કારણકે લોકો ઝિઝક છોડી રહ્યા છે અને એક્સપેરીમેન્ટ કરવા તથા નવા પ્રોડક્ટ્સ પર હાથ અજમાવવા માટે તૈયાર છે. આ સર્વેમાં ખુલ્યા ઘણા રાઝ ThatsPersonal.comની એનાલિટિકલ રિપોર્ટ ‘ઈન્ડિયા અનકવર્ડઃ ઈનસાઈટફૂલ એનાલિસિસ ઑફ સેક્સ પ્રોડક્ટસ ટ્રેન્ડસ ઈન ઈન્ડિયા’ અનુસાર ભારતીય બજારમાં સેક્સ પ્રોડક્ટ્સના વેચાણના ટ્રેન્ડ અને ગ્રાહકોના વ્યવહાર વિશે જાણ્યુ. આ એનાલિસિસ સર્વેનુ ચોથુ એડિશન છે જેને 2.2 કરોડ વિઝિટર્સ અને ઑનલાઈન વેચાતા 30000 પ્રોડક્ટ્સના અધ્યયન બાદ તૈયાર કરવામાં આવ્યુ. લૉકડાઉન દરમિયાન વેબસાઈટ પર રેકોર્ડ ટ્રાફિક આવ્યો સમીર સરૈયાએ જણાવ્યુ કે લૉકડાઉન દરમિયાન અમારી વેબસાઈટ પર રેકોર્ડ ટ્રાફિક આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં નવા યુઝર્સ હતા જે વારંવાર સાઈટ વિઝિટ કરી રહ્યા હતા.તેમણે કહ્યુ કે 2013માં અમારી સ્થાપના બાદથી ThatsPersonal.com એ 35 ટકાનો સીએજીઆર જોયો છે.

2026 સુધી ગ્લોબલ એડલ્ટ સેક્સ પ્રોડક્ટ માર્કેટ 400,000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાનુ અનુમાન છે.જેમાં ભારતની 2.5%ની ભાગીદારી હશે. 2013માં લૉન્ચ કરવામાં આવેલુ ThatsPersonal.com ભારતીયોને કાયદાકીય રીતે યૌન આરોગ્ય અને વયસ્ક ઉત્પાદનો ખરીદવાની તક સાથે, ઑનલાઈન પોર્ટલ, 3550 ભારતીય શહેરો અને કસ્બામાં આ સામાન પહોંચાડે છે.

એડલ્ટ પ્રોડક્ટ્સથી 33 ટકા મામલામાં લગ્ન તૂટતા બચ્યા

વડોદરા,વિજયવાડા,જમશેદપુર,બેલગામ શહેરોમાં પુરુષોથી વધુ મહિલાઓ ખરીદાર છે.સેક્સ ટૉય્ઝ ખરીદનારાની ઉંમર 25થી 34 વર્ષ વચ્ચે છે પરંતુ તેને ખરીદવા માટે વેચવામાં આવતી સાઈટ પર સૌથી વધુ સમય વીતાવતા લોકો 18થી 25 વર્ષની વયના છે.રિપોર્ટ મુજબ લોકો કૉન્ડોમ ખરીદવા માટે સાઈટ પર આવે છે અને અંતે બીજા આનંદદાયક પ્રોડક્ટસ ખરીદે છે.સર્વેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે એડલ્ટ પ્રોડક્ટ્સથી 33 ટકા મામલામાં લગ્ન તૂટતા બચ્યા છે.

Share Now