સરકારની ‘વિકાસ’યાત્રા : દેશનું દેવું GDPના 90%થી વધી જશે; અહેવાલમાં મોટો ધડાકો

377

નવી દિલ્હી તા. ૨૭ : સરકારનું આર્થિક સંકટ એટલી હદે વધી ગયું છે તેની પુષ્ટિ આ વાતથી થાય છે કે આવનારા દિવસોમાં સામાન્ય સરકારી દેવું જીડીપીના ૯૧ ટકા બરાબર થશે.એક બ્રોકરેજ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરલ ગર્વમેન્ટનું દેવું જે કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુકત દેણદારીનો ભાગ છે તે આ ફાઇનાન્શીયલ ઘરમાં જીડીપીની સરખામણીએ ૯૧ ટકા થઇ જશે.૧૯૮૦ બાદથી જીડીપીની સરખામણીએ લોનનું આ સૌથી ઉંચું સ્તર હશે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના અર્થશાસ્ત્રીઓના રીપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦માં જીડીપીની સરખામણીએ જનરલ ગર્વમેન્ટનું દેવું ૭૫ ટકા હતું.

નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં જીડીપીની સરખામણીએ દેવાનો ગુણોત્તર ૮૦ ટકા થશે.વિકાસમાં અવરોધ વગર જીડીપીની સરખામણીએ દેવાને ૬૦ ટકા સુધી લઇ જવાનો સરકારનો ટાર્ગેટ નાણાકીય વર્ષ ૨૦૪૦ સુધીમાં પૂર્ણ થવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્ણ આર્થિક વિકાસમાં સરકારોના કેપિટલ આઉટલેટએ એક મોટી ભૂમિકા ભજવી છે.

સરકારનું આર્થિક સંકટની હદ કેટલી હદે વધી ગયું છે તેની પુષ્ટિ કરતો અહેવાલ એ છે કે આગામી દિવસોમાં સામાન્ય સરકારી દેવું GDPના 91 ટકા જેટલું થઈ શકે છે.એક બ્રોકરેજ અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુક્ત જવાબદારીઓનો ભાગ એવું સામાન્ય સરકારી દેવું આ નાણાકીય વર્ષમાં GDPના 91% હશે.1980 પછી GDP સામે આ દેવાનું ઉચ્ચતમ સ્તર હશે જ્યારથી આ ડેટા મેઇન્ટેન કરવામાં આવી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસના અર્થશાસ્ત્રીઓના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2020માં સામાન્ય સરકારી દેવું GDPના 75% જેટલું હતું.

નાણાકીય વર્ષ 2016 થી સરકારનું દેવું સતત વધી રહ્યું છે

નાણાકીય વર્ષ 2030 સુધીમાં GDPના પ્રમાણમાં દેવું 80% સુધીનું રહેશે. વિકાસને અવરોધ્યા વિના GDPના 60% જેટલું દેવું લેવાનું સરકારનું લક્ષ્‍ય 2040 સુધીમાં પૂરું કરવું પણ મુશ્કેલ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારોના મૂડી ખર્ચે આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે.નાણાકીય વર્ષ 2016 થી સરકારનું દેવું સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2000 માં GDPની સરખામણીમાં સરકારનું દેવું 66.4% હતું અને 2015 માં તે 66.6% હતું.2015 પછી,તે સતત વધી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2020 માં દેવું GDPના 75% સુધી પહોંચી ગયું છે.અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક GDP વૃદ્ધિ આગામી દાયકામાં પણ ધીમો રહેશે, સિવાય કે ખાનગી ખર્ચ ઝડપથી વધે.

સામાન્ય દેવામાં વધારો થવાથી સરકારની ખર્ચ ક્ષમતામાં ઘટાડો થશે

એવી ઘણી શક્યતા છે કે નાણાકીય વર્ષ 2021 માં દેવું GDPના 91% સુધી પહોંચી જશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 સુધીમાં આ આંકડો 90% ની ઉપર રહેશે,નાણાકીય વર્ષ 2030 સુધીમાં આ આંકડો GDPના 80% સુધી આવશે.

વર્તમાન દાયકામાં સામાન્ય દેવામાં વધારો થવાથી સરકારની ખર્ચ ક્ષમતામાં ઘટાડો થશે.નાણાકીય વર્ષ 2014 થી 2020 દરમિયાન વાસ્તવિક GDP વૃદ્ધિ સરેરાશ 6.8% જેટલી રહી છે,જ્યારે નાણાકીય ખર્ચ આ સમયગાળા દરમિયાન સરેરાશ 9% જેટલો વધ્યો છે.બિન-વ્યાજની આવકનો મોટો ભાગ સંરક્ષણ ક્ષેત્ર,પગાર અને પેન્શન માટે ફાળવાયેલો હોવાથી આગામી દાયકામાં સરકારી રોકાણોમાં ધીમી દરે વૃદ્ધિ થાય તેવી સંભાવના છે.

Share Now