છેલ્લા પાંચ વર્ષના આવકવેરા રિટર્ન હવે ઓનલાઇન વેરિફાય કરી શકાશે

253

મુંબઇ,તા.૩: છેલ્લા થોડા સમયથી કેટલાય કરદાતાઓ જાતે જ ઓનલાઇન રિટર્ન ભરતા થઇ ગયા છે,પરંતુ કરદાતાઓ દ્વારા રિટર્ન ભરાયા બાદ તેને ઇ વેરિફાય કરતા નહીં હોવાના લીધે રિફંડ સહિતની સમસ્યા ઊભી થતી હોય છે,તેના કાયમી નિરાકરણ માટે ઇન્કમટેકસ વિભાગે વેબસાઇટ પર જે પણ કરદાતાઓએ છેલ્લા પાંચ વર્ષના રિટર્ન ઇ વેરિફાય કર્યા નહીં હોય તેઓ માટે સુવિધા ઊભી કરી છે,જેથી કરદાતાઓ છેલ્લા પાંચ વર્ષના રિટર્ન ઇ વેરિફાય કરી શકશે.કરદાતાઓ દ્વારા રિટર્ન ઇ વેરિફાય થવાની સાથે જ તેઓના રજિસ્ટર મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર રિટર્ન ઇ વેરિફાય થયાની જાણકારી પણ મળી રહેશે.તેમજ કેટલા રૂપિયાનું રિફંડ તમને મળવાનું બાકી છે તેની પણ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવ્યાની જાણકારી પૂરી પાડવામાં આવશે.

આ અંગે ટેકસ કન્સલટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૫-૧૯થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના રિટર્ન ઇ વેરિફાય કરવા માટેની મુદત ૩૧ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે,જેથી વિભાગ દ્વારા રિટર્ન વેરિફાય કર્યા બાદ કરદાતાએ પણ વેબસાઇટ પર આપવામાં આવેલા ઈ વેરિફાય પર તેને મંજૂરી આપવાની રહેશે. જેથી ઇ વેરિફાય કરવામાં આવેલું રિટર્ન તમામ જગ્યા પર માન્ય ગણવામાં આવે છે.

Share Now