નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2020 : અભિનેત્રી કંગના રનૌતના પ્રોડક્શન કંપનીની ઓફીસ પર BMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.કંગનાએ પોતે તેની માહિતી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આપી હતી. આ અંગે માહિતી આપતા કંગનાએ સતત ટ્રણ ટ્વીટ કર્યા હતા.
કંગના રનૌતે ફરી એક બીજો વીડિયો શેર કરતા બીએમસીનાં લોકો કંપનીની ઓફીસમાં તપાસ ચાલુ કરી દીધી છે.પોતાનાં બીજા ટ્વીટમાં કંગના રનૌતે લખ્યું કે, તેઓ પરાણે મારી ઓફીસમાં ઘુસી ગયા અને બધુ જ તપાસવા લાગ્યા અને માપવા લાગ્યા.
જ્યારે મારા પાડોશીઓએ વિરોધ કર્યો તો તેમને પણ પરેશાન કર્યા. અધિકારીઓએ કહ્યું કે,જે પણ આ મેડમની મદદ કરશે તેને ભોગવવું પડશે, આ તેમની કરતુતનું જ પરિણામ છે. મને માહિતી આપવામાં આવી કે તેઓ મારી સંપત્તીને ધ્વસ્ત કરી રહ્યા છે.
કંગનાએ ત્રીજા ટ્વીટમાં લખ્યું કે,મારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે અને બીએમસીની પરમિશન પણ છે.મે મારી પ્રોપર્ટીમાં કંઇ પણ બિનકાયદેસર નથી કર્યું. બીએમસીને સ્ટ્રક્ચર પ્લાન મોકલવો જોઇએ તે દેખાડવા માટે અહીં બિનકાયદેસર કંસ્ટ્રક્શન થયું છે,તે પણ નોટિસની સાથે.જો કે તેમણે આજે મારી ઓફીસ પર દરોડો પાડ્યો તે પણ કોઇ નોટિસ આપ્યા વગર.
કાલે સવારે તે બધુ જ તોડી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે,સુશાંતસિંહ રાજપુત મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે કંગના રનોત અને શિવસેના લીડર સંજય રાઉત વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે.આ મુદ્દે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.