SBI 30 હજાર કર્મચારીઓને હાંકી કાઢશે અને 14 હજાર નવા કર્મચારીઓ લેશે, સરવાળે ફાયદો છે

268

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે આ વર્ષે 14000 કર્મચારીઓની નિમણૂકો કરવાની યોજના છે.બેંક લોનનો ધંધો વિસ્તાર કરી રહ્યું છે જેના માટે નવા કર્મચારીઓની જરૂર પડશે. વીઆરએસ યોજના ખર્ચ ઘટાડવા માટે લાવવામાં આવી નથી.નવા કર્મચારીઓ લેશે તેનો પગાર નિવૃત્ત થઈ રહેલા કર્મચારી કરતાં માંડ 20 ટકા હશે. તેથી 80 ટકા પગાર બચી જશે.14 હજાર યુવાન કર્મચારીઓ જૂના કર્મચારીઓ કરતાં બે ઘણી ઝડપે કામ કરશે.આમ બેંકનું આર્થિક ભારણ ઓછું થશે.

બેંકે તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તૈયાર કરી છે,જેમાં લગભગ 30,190 કર્મચારીઓને નિવૃત્ત કરી દેવાશે.એસબીઆઈની વીઆરએસ યોજના આવા તમામ કાયમી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે,જેમણે નિયત તારીખ સુધીમાં 25 વર્ષની સેવા બેંકમાં આપી હશે અથવા 55 વર્ષની વય પૂર્ણ કરી હશે.આ યોજના આ વર્ષે 1 ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2021 સુધી ખુલ્લી રહેશે. એટલે કે,આ સમયગાળા દરમિયાન વીઆરએસ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે. તેમને 50 ટકા પગાર મળશે.આ સિવાય ગ્રેચ્યુટી, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને મેડિકલ બેનિફિટ જેવા અન્ય ફાયદા પણ મળશે.

Share Now