આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની યુવતી દાવો કરી રહી છે કે યુએસ પ્રમુખ ટ્રમ્પ તેના પિતા છે.
પાકિસ્તાની યુવતી મીડિયા સાથે વાત કરી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેના અસલી પિતા છે અને હવે તે તેના પિતાને મળવા માંગે છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા યુવતી કહી રહી છે કે, ‘હું દરેકના મગજમાં સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી છું,હું મુસ્લિમ છું અને બ્રિટિશરો સાથે આવેલા બ્રિટિશરો મને જુએ છે કે આ છોકરી અહીં શું કરે છે મને ઇસ્લામ ગમે છે,મને શાંતિ ગમે છે.ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશાં મારી માતાને કહ્યું કે તમે લાપરવાહ છો,તમે મારી દીકરીની સંભાળ રાખી શકતા નથી.જ્યારે મારા માતાપિતા લડતા હતા ત્યારે હું ખૂબ દુ:ખી થતી. હવે હું મારા પિતાને મળવા માંગુ છું.’
લોકો સોશ્યલ મીડિયા પર આ યુવતીની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું ફક્ત પાકિસ્તાનમાં જ શક્ય છે.
આ દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્યસ્ત છે.તેઓએ ત્રણ લગ્નો કર્યા છે.તે પહેલા બે પત્નીઓથી છૂટાછેડા લીધેલ છે.